નવી દિલ્હીઃ ટેક્સ ચોરીને રોકવા માટે લેવામાં આવેલા પગલા અંતર્ગત લાગુ કરવામાં આવેલા ગુડ્સ એન્ડ ટેક્સ (GST) સતત પાંચ મહિનાથી 1 લાખ કરોડથી વધુ રહ્યું છે. સરકારે આપેલા નિવેદન મુજબ, ફેબ્રુઆરી મહિનનું GST કલેક્શન 1.05 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.
ફેબ્રુઆરીનું GST કલેકશન 1.05 લાખ કરોડ, સતત 5મા મહિને 1 લાખ કરોડથી વધુ રહ્યું - ઈન્ટિગ્રેટેડ જીએસટી
સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, ફેબ્રુઆરી મહિનાનું GST કલેકશન 1.05 લાખ કરોડનું રહ્યું છે.
ફેબ્રુઆરી મહિનનું GST કલેક્શન
ફેબ્રુઆરી મહિનાનું કુલ GST કલેક્શન 1,05,366 રૂપિયા થયું છે. જેમાં કેન્દ્રીય જીએસટી (CGST) 20,569, રાજ્ય જીએસટી (SGST) 27,348 કરોડ રૂપિયા, ઈન્ટિગ્રેટેડ જીએસટી (IGST) 48,503 કરોડ રૂપિયા અને સેસની રિકવરી 8,977 કરોડ રૂપિયા રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી, 2019 GST કલેકશન 97,247 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે જાન્યુઆરીમાં આ કલેકશન 1.10 લાખ કરોડ રૂપિયા હતું.