સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 91,916 કરોડ રૂપિયા હતું. ત્યારે નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઑક્ટોબર 2019 માં જીએસટીનો કુલ સંગ્રહ 95,380 કરોડ રૂપિયા રહ્યો.
જેમાં સેન્ટ્રલ જીએસટી (CGST) 17,582 કરોડ, સ્ટેટ જીએએસટી (SGST) 23,674 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) 46,517 કરોડ (જેમાંથી આયાત કરેલા માલમાંથી 21,446 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા) અને 7,607 કરોડ (774 કરોડ રૂપિયા આયાત) સેસ માંથી પ્રાપ્ત થયા.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિના માટે, 3૦ ઓક્ટોબર સુધીમાં કુલ 73.83 લાખ જીએસટીઆર 3બી રિટર્ન (સ્વ-મૂલ્યાંકન વળતરનું ટૂંકું નિવેદન) દાખલ કરવામાં આવ્યું હતું.
GST કલેક્શનના આંકડા (રુપિયા)
Month | 2017-2018 | 2018-2019 | 2019-2020 |
એપ્રિલ | - | 1,03,459 | 1,13865 |
મે | - | 94,016 | 1,00,289 |
જુન | - | 95,610 | 99,939 |
જુલાઇ | 21,572 | 96,483 | 1,02,083 |
ઑગસ્ટ | 95,633 | 93,960 | 98,202 |
સપ્ટેમ્બર | 94,064 | 94,442 | 91,916 |
ઑક્ટોબર | 93,333 | 1,00,710 | 95,380 |
નવેમ્બર | 83,780 | 97,637 | - |
ડિસેમ્બર | 84,314 | 94,726 | - |
જાન્યુઆરી | 89,825 | 1,02,503 | - |
ફેબ્રુઆરી | 85,962 | 97,247 | - |
માર્ચ | 92,167 | 1,06,577 | - |
કુલ | 7,40,650 | 11,77,369 | 7,01,674 |
સરેરાશ | 89,885 | 98,114 | 1,00,239 |