ગુજરાત

gujarat

By

Published : Dec 30, 2021, 1:39 PM IST

ETV Bharat / business

GST Annual Filing: સરકારે GST રિટર્ન ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી

સરકારે માર્ચ 2021માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2020-21 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું(GST) વાર્ષિક રિટર્ન(GST Annual Filing) ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી છે. હવે વેપારીઓ 28 ફેબ્રુઆરી સુધી રિટર્ન ફાઇલ(GST Annual Return 2021) કરી શકશે.

GST Annual Filing: સરકારે GST રિટર્ન ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી
GST Annual Filing: સરકારે GST રિટર્ન ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી

નવી દિલ્હી: સરકારે માર્ચ 2021માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2020-21 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું(GST) વાર્ષિક રિટર્ન ફાઇલ(GST Annual Filing) કરવાની સમયમર્યાદા બે મહિના સુધી લંબાવી છે. હવે વેપારીઓ 28 ફેબ્રુઆરી સુધી રિટર્ન(GST Annual Return 2021) ફાઇલ કરી શકશે.

વાર્ષિક રિટર્ન ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સએ(CBIC) બુધવારે મોડી રાત્રે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. નાણાકીય વર્ષ 2020-21(Fiscal Year 2020 21) માટે ફોર્મ GSTR-9 માં વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા અને ફોર્મ GSTR-9Cમાં સ્વ-પ્રમાણિત સમાધાન વિગતો સબમિટ કરવાની નિયત તારીખ 31 ડિસેમ્બર, 2021થી વધારીને 28 ફેબ્રુઆરી, 2022 કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details