ગુજરાત

gujarat

ETV Bharat / business

દેશની અર્થવ્યવસ્થા મરણ પથારીએ, બજેટ પહેલા મોટો ઝટકો, IMFએ GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું - Companies Act

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતના GDP ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. જેનું કારણ તેમણે દેશમાં સ્થાનિક માંગની નરમાશ હોવાનું જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ભારતીય અર્થવ્યવસ્થાના અનુમાનને ઘટાડ્યું છે.

Tax Act
Tax Act

By

Published : Jan 21, 2020, 11:00 AM IST

Updated : Jan 21, 2020, 3:07 PM IST

વૈશ્વિક સંસ્થા અનુસાર, નબળી સ્થાનિક માંગ અને નોન-બેંકિગ નાણાંકીય ક્ષેત્રના દબાણને કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 4.8 ટકા થઈ શકે છે. જોકે પહેલા આઈએમએફએ આગામી વર્ષમાં આર્થિક સુસ્તી દુર હોવાની સાથે વિકાસદરમાં વૃદ્ધિ થવાની સંભાવના દર્શાવી હતી. IMF અનુસાર ભારતમાં GDP એટલે કે આર્થિક વિકાસ દર વર્ષ 2020માં 5.8 ટકા અને 2021માં 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.

IMFએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં તેમણે વૈશ્વિક આર્થિક વિકાસ દરના અંદાજમાં કાપ મૂક્યો છે. વૈશ્વિક વિકાસ દર 2019માં 2.9 ટકા જયારે 2020માં 3.3 ટકા અને 2021માં 3.4 ટકા રહે તેવી સંભાવના છે. મહત્ત્વનું છે અગાઉ વૈશ્વિક બેન્કોએ ભારતનો GDP આંક ચાલુ વર્ષે 5 ટકા રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું, તો સંયુકત રાષ્ટ્ર એટલે કે યુએન અનુસાર, ચાલુ વર્ષે ભારતનો આર્થિક વિકાસ દર 5.7 ટકા રહી શકે છે.

Last Updated : Jan 21, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details