નવી દિલ્હી: શ્રમ અને રોજગાર મંત્રાલયે જુલાઇ સુધી ત્રણ મહિના માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) ના ફાળામાં 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાના નિર્ણયને અમલમાં મૂક્યો છે.
આ નિર્ણયથી સંગઠિત ક્ષેત્રના 4.3 કરોડ કર્મચારીઓ વધુ પગાર લઈ શકશે અને કોરોના વાયરસ મહામારીને કારણે રોકડની કટોકટીનો સામનો કરી રહેલા કર્મચારીઓને થોડી રાહત આપવામાં આવશે.
એક અંદાજ છે કે, આ નિર્ણયથી આગામી ત્રણ મહિનામાં રોકડમાં 6,750 કરોડનો વધારો થશે.
શ્રમ મંત્રાલયે સોમવારે જારી કરેલા એક જાહેરનામામાં જણાવ્યું છે કે, ઇપીએફ ફાળોમાં ઘટાડો મે, જૂન અને જુલાઈ, 2020 મહિના માટે લાગુ થશે.
આવી સ્થિતિમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં પગાર વધારે રહેશે.આ સંદર્ભે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી.