ગુજરાત

gujarat

ETV Bharat / business

રાજનની સરકારને સલાહ- અર્થતંત્ર માટે મુદ્રીકરણ અને ઉચ્ચ નાણાંકીય ખાધ તરફ પ્રયાણ જરૂરી - મુદ્રીકરણ

અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસરને પહોંચી વળવા માટે સરકાર સંસાધનો એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે અને નાણા મંત્રાલયે શુક્રવારે 2020-21 સુધીમાં માર્કેટ ઋણ લેવાના કાર્યક્રમમાં 54 ટકા વધારો કરીને 12 લાખ કરોડ કરવાનો નિર્ણય કર્યો છે, જે ફેબ્રુઆરીમાં 7.8 લાખ કરોડથી વધુ છે.

-monetization
રાજનની સરકારને સલાહ

By

Published : May 9, 2020, 7:54 PM IST

નવી દિલ્હી: આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સૂચન કર્યું છે કે, સરકારે આ 'અસામાન્ય સમયમાં' અર્થતંત્રનને સુરક્ષિત રાખવા માટે મુદ્રીકરણ અને ઉચ્ચ નાણાંકીય ખાધ તરફ પ્રયાણ કરવું જોઈએ.

અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસરને પહોંચી વળવા માટે સરકાર સંસાધનો એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે અને નાણા મંત્રાલયે શુક્રવારે 2020-21 સુધીમાં માર્કેટ ઋણ લેવાના કાર્યક્રમમાં 54 ટકા વધારો કરીને 12 લાખ કરોડ કરવાનો નિર્ણય કર્યો છે, જે ફેબ્રુઆરીમાં 7.8 લાખ કરોડથી વધુ છે.

મુદ્રીકરણથી રિઝર્વ બેંક દ્વારા ચલણને છાપવામાં શિથિલ કરવામાં આવે છે. સરકારી ખર્ચમાં અવરોધ ન થવો જોઈએ. રાજને એક બ્લોગમાં કહ્યું કે, "સરકારને અર્થવ્યવસ્થાની સુરક્ષા અને જે ખર્ચ કરવો જરૂરી છે એ કરવો જ જોઇએ. ખર્ચની પ્રાથમિકતાના પ્રયાસ સાથે બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાજને કહ્યું કે, સરકારે નાણાંકીય ખાધ અને તેના ઋણને મધ્યમગાળામાં ફરીથી પ્રાપ્ત કરવાની ચિંતા કરવી જોઈએ, હવે જેટલો વધુ ખર્ચ થશે એટલું વધુ અઘરું થઈ જશે. મુદ્રીકરણ એ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, હકીકતમાં ભારત પહેલેથી જ આમ કરતું આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details