ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યસ્થાને થઈ શકે 8,800 અબજ ડોલરનું નકસાનઃ ADB - એશિયાઈ વિકાસ બેન્ક

ADBની રિપોર્ટ અનુસાર કોરોના મહામારીના કારણએ વૈશ્વિક અર્થવ્યસ્થાને 5,800 અબજથી 8,800 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે. જો કે, વૈશ્વિક જીડીપી 6.4 ટકાથી 9.7 ટકા વચ્ચે છે.

એશિયાઈ વિકાસ બેન્ક
એશિયાઈ વિકાસ બેન્ક

By

Published : May 17, 2020, 10:56 AM IST

નવી દિલ્હીઃ એશિયાઈ વિકાસ બેન્ક (ADB)એ શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવસ્થામાં 5,800 અબજથી 8,800 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે. જેમાં દક્ષિણ એશિયાના ઘરેલૂ ઉત્પાદન (જીડીપી) પર 142 અબજથી 218 અબજ ડોલર સુધી અસર થઈ શકે છે.

ADBની રિપોર્ટ અનુસાર કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યસ્થાને 5,800 અરબથી 8,800 અરબ ડૉલરનું નુકસાન થઈ શકે છે. જો કે, વૈશ્વિક જીડીપી 6.4 ટકાથી 9.7 ટકા બરાબર છે.

ADBએ કોવિડ-19 સંભાવિત આર્થિક અસરના નવા મૂલ્યાંકનમાં જણાવ્યું છે કે, દક્ષિણ એસિયાની જીડીપીમાં 3.9 ટકાથી 6 સુધીની અછત આવશે. જે બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનમાં કડક પ્રતિંબંધ કારણે થઈ શકે છે.

મનીલા સ્થિત આ બહુપક્ષીય એજન્સીના જણાવ્યાનુસાર, એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં આર્થિક નુકસાન 1,700 અરબ ડોલરથી 2500 અરબ ડોલર વચ્ચે થઈ શકે છે. વૈશ્વિક ઉત્પાદનમાં થનાર કુલ અછતમાં આ ક્ષેત્રનો 30 ટકા ભાગ રહેશે. રિપોર્ટ અનુસાર, ચીનમાં 1,100 અરબથી 1600 અરબ ડોલર વચ્ચે નુકસાન થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details