હૈદરાબાદ: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું કે, 2020-21નું બજેટ નાણાકીય જવાબદારી અને બજેટ વ્યવસ્થાપન કાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. જીએસટી સાથે જોડાયેલી સરળ વ્યવસ્થા 1 એપ્રિલથી શરૂ થશે અને તેમાં જે ટેકનિકલ ખામીઓ છે તે દૂર કરાશે.
તેમણે કહ્યું કે, અમે જે નિર્ણય લીધા છે. તે FRBM કાયદાને ધ્યાને રાખીને લીધા છે. તેનું પાલન કર્યુ છે. અમે તેની સીમાઓ ઓળંગી નથી.