રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન વિદેશી ચલણની સંપત્તિ 2.269 અરબ ડૉલર વધીને 407.88 અરબ ડૉલર પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભંડોળનું મૂલ્ય 39.9 કરોડ ડૉલર ઘટીને 26.778 અરબ ડૉલર થયું છે.
વિદેશી વિનિમય ભંડોળ 440 અરબ ડૉલરના નવા ઉચ્ચત્તમ સ્તરે - Foreign exchange reserves
મુંબઇ: 11 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી વિનિમય ભંડોળ 1.879 અરબ ડૉલર વધીને 439.712 અરબ ડૉલરના નવા ઉચ્ચત્તમ સ્તર પર પહોંચ્યો છે. શુક્રવારે રિઝર્વ બેન્કે આ અંગે માહિતી આપી હતી. છેલ્લા અઠવાડિયામાં તે 4.24 અરબ ડૉલર વધીને 437.83 અરબ ડૉલર પર પહોંચી ગયો હતો.
jkm
આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળના ઉપાડનો અધિકાર પણ 20 લાખ ડૉલર વધીને 1.431 અબજ ડૉલર પર પહોંચી ગયો છે. નાણાકીય ભંડોળ પાસે અનામત રકમ પણ 70 લાખ ડૉલરની તેજી સાથે તે વધીને 3.623 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે.