ગુજરાત

gujarat

ETV Bharat / business

વિદેશી ચલણ 3.5 અરબ ડોલર વધીને 446.09 અરબ ડોલરની ઉચ્ચ સપાટીએ

મુંબઇ: દેશનું વિદેશી ચલણ 1 નવેમ્બરના રોજ 3.52 અબજ ડોલર વધીને 446.09 અરબ ડોલરની સર્વાધીક સપાટી પર પહોંચી ગયુ છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. તે પહેલા સપ્તાહના અંતે દેશનું વિદેશી ચલણ 1.83 અરબ ડોલર વધીને 442.58 અરબ ડોલર થઇ ગયું છે.

વિદેશી ચલણ 3.5 અરબ ડોલર વધીને 446.09 અરબ ડોલરની સર્વાધીક સપાટીએ

By

Published : Nov 9, 2019, 9:46 AM IST

RBI એ કહ્યું કે અઠવાડીયા દરમિયાન વિદેશી ચલણ 3.201 અરબ ડોલર વધીને 413.65 અરબ ડોલર થઇ ગયું છે.

RBIના એક રિપો્ર્ટ અનુસાર આ સમયે ગોલ્ડ રિઝર્વ 30.1 કરોડ ડોલર વધીને 27.35 અરબ ડોલર પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વિશેષ અધિકાર પણ 20 લાખ ડોલર વધીને 1.44 અરબ ડોલર થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસે પણ 1 કરોડ ડોલર વધીને 3.65 અબજ ડોલર પર પહોંચી ગયું છે.

ABOUT THE AUTHOR

...view details