મુંબઇ: રૂપિયાના ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેંક દ્વારા સતત ડૉલર સપ્લાય કરવાને કારણે દેશના વિદેશી વિનિમય ભંડારમાં 20 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 11.98 અબજ ડૉલરના ઘટાડા સાથે 469.909 અરબ ડૉલર થઇ ગયું છે.
વિદેશી મુદ્રા ભંડોળમાં 12 અબજ ડૉલરનો આવ્યો ઘટાડો: રિઝર્વ બેન્ક - business news
વિદેશી રોકાણકારોએ ઝડપથી ફેલાતા કોરોના વાયરસ અંગેની અનિશ્ચિતતા વચ્ચે સ્થાનિક ઇક્વિટી અને ઋણ બજારોમાંથી ભંડોળ પાછું ખેંચવાનું ચાલુ રાખ્યું, જેના કારણે દેશનું ફોરેક્સ અનામત એટલે કે વિદેશી ભંડોળ 11.98 અબજ ડૉલર ઘટીને 469.909 અબજ ડૉલર થયું છે.
![વિદેશી મુદ્રા ભંડોળમાં 12 અબજ ડૉલરનો આવ્યો ઘટાડો: રિઝર્વ બેન્ક FII](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6571869-907-6571869-1585383115508.jpg)
FII
વિદેશી રોકાણકારોએ ઝડપથી ફેલાતા કોરોના વાયરસ અંગેની અનિશ્ચિતતા વચ્ચે સ્થાનિક ઇક્વિટી અને ઋણ બજારોમાંથી ભંડોળ પાછું ખેંચવાનું ચાલુ રાખ્યું, જેના કારણે 23 માર્ચે રૂપિયો 76.15 રુપિયા પ્રતિ ડૉલરના સર્વાંગી નીચી સપાટીને પહોંચી ગયો હતો.
આ સમયગાળા દરમિયાન, છેલ્લા કેટલાક સપ્તાહથી તેજી સાથે જોવા મળી રહેલું સોનાનો અનામત ભંડોળ 1.610 અરબ ડૉલર ઘટીને 27.856 અરબ ડૉલર થઇ ગયું છે.