નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કૃષિ પેદાશો, પરિવહન અને માર્કેટિંગ સુવિધાઓના માળખાગત સુવિધા માટેના એક લાખ કરોડ રૂપિયાના કૃષિ માળખાગત સુવિધા ભંડોળની જાહેરાત કરી છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે પેકેજના ત્રીજા હપ્માંતા કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં માળખાગત સુવિધા અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
તેમણે કહ્યું કે છેલ્લા બે મહિનામાં ખેડૂતોની મદદ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં બે મહિનાના લોકડાઉન દરમિયાન ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) પર 74300 કરોડની ખરીદીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડુતોને રૂપિયા 18,700 કરોડની રોકડ આપવામાં આવી હતી, જ્યારે પાક વીમા યોજના હેઠળ રૂપિયા 6,400 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
સીતારામને જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળા દરમિયાન, સહકારી મંડળીઓ દ્વારા દરરોજ 360 લાખ લિટર દૂધનું વેચાણ સાથે 560 લાખ લિટર દૂધની ખરીદી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે કુલ 111 કરોડ લિટરની ખરીદી કરવામાં આવી છે, જેના માટે રૂપિયા 4,100 કરોડની ચુકવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. આ માટે ડેરી સહકારી મંડળીઓને બે ટકા વ્યાજ સબસિડી યોજના લાવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે બે કરોડ ખેડૂતોને વ્યાજ સબસિડીથી ફાયદો થશે અને તેનાથી બજારમાં 5000 કરોડ રૂપિયાની વધારાની રોકડ આવશે.