નવી દિલ્હી: કોરોના વાઇરસ અને લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા ધીમી પડી છે. જેનાથી ભારતમાં આવકનું નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત સરકારના ખર્ચમાં પણ વધારો થયો છે. જેની અસર સરકારી યોજનાઓ પર પડવા લાગી છે.
તેને ધ્યાનમાં રાખીને નાણામંત્રાલયે માર્ચ 2021 સુધી વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા મંજૂર નવી યોજનાઓની રજૂઆતો બંધ કરી દીધી છે. જોકે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પર કોઈ પ્રતિબંધ નથી.