ગુજરાત

gujarat

ETV Bharat / business

બજેટ પહેલાં નાણા મંત્રાલય સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરશે

નવી દિલ્હી: નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, અર્થશાસ્ત્રી અભિયાનના માધ્યમથી નાણા મંત્રાલય સામાન્ય માણસ અને વિદ્યાર્થીઓને બજેટની કવાયદ સરળ ભાષામાં સમજાવવા માટે એક રસપ્રદ એનિમેટેડ વીડિયોના માધ્યમથી આર્થિક શબ્દોની વ્યાખ્યા રજૂ કરશે.

Nirmala Sitharaman
નિર્મલા સીતારમણ

By

Published : Jan 19, 2020, 9:04 PM IST

સામાન્ય લોકોમાં બજેટની ખોટી માન્યતાઓને દૂર કરવાના પ્રયાસોના ભાગ રૂપે નાણા મંત્રાલય 22 જાન્યુઆરીથી સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરશે.

નાણા મંત્રાલયે ગત વર્ષે પણ બજેટ પહેલાં લોકોમાં રહેલી બજેટ અંગેની ગેર માન્યતાને દૂર કરવા પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત નાણા મંત્રાલયે '#HamaraBharosa' ટેગ સાથે બજેટના વાયદા અને વિતરણ અંગે પણ અભિયાન શરૂ કર્યું છે.

આ શ્રેણી અંતર્ગત નાણા મંત્રાલયે રવિવારે તેના ટ્વિટર હેન્ડલ પર રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઈન વિશે વિગતો જાહેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details