જેમાં દબાણ હેઠળના નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) અને માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટેના ફંડની સમીક્ષા થવાની પણ અપેક્ષા છે. બેન્કો NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની સંપત્તિની ખરીદી અને બજારમાંથી ફંડ એકત્ર કરવા સંબંધિત અહેવાલો રજૂ કરી શકે છે.
સીતારમણ 14 ઑક્ટોબરે જાહેર ક્ષેત્રની બેન્કોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે કરશે બેઠક - નિર્મલા સીતારમણની CEO સાથે બેઠક
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આગામી સપ્તાહમાં જાહેર ક્ષેત્રની બેન્કોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) સાથે બેઠક યોજશે. બેઠકમાં ધિરાણના મામલે પ્રગતિ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

sitharaman
આ ઉપરાંત આ બેઠકમાં દેશના 250 જિલ્લાઓમાં ગ્રાહકો સુધી પહોંચવાના કાર્યક્રમની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવશે. એક મહિનાની અંદર સીતારમણની જાહેર ક્ષેત્રની બેન્કોના CEO સાથેની આ બીજી બેઠક હશે.
કૃષિ, વાહન, MSME, આવાસો, શિક્ષણ અને વ્યક્તિગત કેટેગરીમાં લોન આપવા માટેનો 'લોન મેળા'નો પ્રથમ તબક્કો 7 ઑક્ટોબરના રોજ સમાપ્ત થયો. જ્યારે બીજો તબક્કો દિવાળી પહેલા 150 જિલ્લામાં 21 ઑક્ટોબરથી 25 ઑક્ટોબર સુધી રહેશે.