ગુજરાત

gujarat

ETV Bharat / business

નાણાં પ્રધાને આર્થિક પેકેજ કર્યું જાહેરઃ આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 30 નવેમ્બર કરાઈ - નાણાંપ્રધાન

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા 20 લાખ કરોડના રાહત પેકેજની વિસ્તારથી માહિતી આપવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજી હતી. પેકેજ અંગેની માહિતી આપતા નાણાં પ્રધાને અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જે મુદ્દાઓ નિચે મુજબ છે.

Finance Minister
નાણાં પ્રધાન

By

Published : May 13, 2020, 5:54 PM IST

  • આત્મનિર્ભર ભારત માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ
  • પાંચ પિલર આધારિત આર્થિક પેકેજ
  • વડાપ્રધાને દેશ સામે વિઝન રજૂ કર્યું છેઃ નાણાંપ્રધાન
  • પાંચ પિલરથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે
  • અનેક વિભાગો અને મંત્રાલયો સાથે ચર્ચા કર્યા પછી પેકેજ તૈયાર થયું છે
  • આર્થિક પેકેજની ચર્ચામાં પીએમ મોદી હાજર રહ્યા હતા
  • તમામ વર્ગને લાભ થાય તેવું આર્થિક પેકેજ
  • 21મી સદી ભારતની હશેઃ અનુરાગ ઠાકુર
  • ડીબીટી દ્વારા લોકોના ખાતામાં સીધા પૈસા પહોંચી રહ્યા છે
  • કોઈને બેંક સુધી જવાની જરૂર પડી નથી
  • આત્મનિર્ભર માટે પાંચ પિલર (1) ઈકોનોમી (2) ઈન્ફ્રાસ્ટ્રકચર (3) સિસ્ટમ (4) ડેમોગ્રાફી અને (5) ડિમાન્ડઃ નાણાપ્રધાન
  • અમારુ લક્ષ્ય કોઈ ભુખ્યુ ન રહે
  • વિશ્વની તુલનાએ ભારતની સ્થિતિ સારી છે
  • હાલ દેશમાં પીપીઈ અને માસ્ક બની રહ્યા છે
  • 41 કરોડ જનધન એકાઉન્ટમાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર થયા છે
  • આત્મનિર્ભર ભારતના વીઝન અંગેના નિર્ણયોની જાણકારી અમે આગામી દિવસોમાં આપને આપીશું
  • કુટિર લઘુ ઉદ્યોગ માટે એવા 6 પગલા ભરીશું
  • ઈપીએફ માટે 2, એનબીએફસી માટે 2 નિર્ણયો અને 1 એમએફઆઈ સાથે જોડાયેલા હશે
  • એમએસએમઈને 3 લાખ કરોડની ગેરંટી વગરની લોન અપાશે, તેમાં 45 લાખ એમએસએમઈને ફાયદો થશે
  • એમએસએમઈને 1 વર્ષ સુધી ઈએમઆઈમાં રાહત
  • સંકટમાં ફસાયેલા નાના ઉદ્યોગો માટે 20 હજાર કરોડની ફાળવણી
  • દેશભરમાં ગરીબોને અનાજનું વિતરણ કરાયું છે
  • ફંડ ઓફ ફંડ્સ દ્વારા 50,000 કરોડ ઈક્વિટી ઈન્ફ્યૂઝન કરાશે
  • અમે એમએસએમઈની વ્યાખ્યા બદલી રહ્યા છીએ, હવે એમએસએમઈ માટે રોકાણની મર્યાદા વધારી રહ્યા છીએ, હવે ટર્નઓવરનો ક્રાઈટેરિયા પણ લાવીશું
  • 10 કરોડનું રોકાણ અથવા 50 કરોડના ટર્નઓવર પર નાના ઉદ્યોગનો દરજ્જો અપાશે
  • 15 હજારથી ઓછા પગારની રકમવાળા કર્મચારીઓને ઈપીએફ સરકાર જમા કરશે
  • MSMEને ઈ માર્કેટ સાથે જોડાશે
  • 72 લાખ 22 હજાર કર્મચારીઓને ફાયદો થશે
  • સરકાર ઓગસ્ટ સુધી ઈપીએફ જમા કરશે
  • 30 કરોડ સુધીનું રોકાણ અને 100 કરોડના ટર્નઓવરવાળા ઉદ્યોગોને મીડિયમ એન્ટરપ્રાઈઝ માનવામાં આવશે
  • હવે 200 કરોડ સુધીના સરકારી કામો માટે ગ્લોબલ ટેન્ડર નહી થાય
  • NBFC માટે 30 હજાર કરોડની યોજના
  • NBFC માાટે ક્રેડિટ ગેરંટી યોજના જાહેર
  • વીજળી કંપનીઓ માટે 90 હજાર કરોડની ફાળવણી, વીજળી કંપનીઓ રોકડની ખેંચ સાથે ઝઝુમી રહી છે
  • રેલવે, રસ્તા, હાઈ-વેનું કામ કરતી કંપનીઓને સહાયતા કરાશે
  • કન્સ્ટ્રક્શન કંપનીઓને 6 મહિના સુધીની રાહત મળશે
  • 30,000 કરોડની સ્પેશિયલ લિક્વિડીટી યોજના લોન્ચ કરાશે
  • બિલ્ડરોને મકાનનું બાંધકામ પુરુ કરવાનો સમય અપાશે
  • અધુરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 6 મહિનાનો સમય મળશે
  • કોરોના કાળમાં બિલ્ડરોને RERA માંથી છૂટ મળશે
  • રીઅલ અસ્ટેટ સેકટરને RERAમાંથી છૂટ મળશે
  • માર્ચ 2020-21માં ટીડીએસ અને ટીસીએસમાં 25 ટકાનો ઘટાડો
  • ટીડીએસ અને ટીસીએસમાં ઘટાડાથી 50,000 કરોડનો ફાયદો મળશે
  • ટ્રસ્ટ અને LLPને આવકવેરાનું રીફંડ ઝડપથી ચુકવાશે
  • ઓડિટની તારીખ વધારીને 31 ઓકટોબર કરાઈ
  • વિવાદ સે વિશ્વાસની તારીખ 31 ડીસેમ્બર સુધી વધારાઈ
  • ટેક્સ એસેસમેન્ટની તારીખ વધારીને 31 ડીસેમ્બર કરાઈ
  • આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 30 નવેમ્બર કરાઈ
  • આર્થિક પેકેજ પર શેરબજારને બહુ આશા હતી, પણ રાહત પેકેજની કોઈ અસર હાલ શેરબજાર પડશે નહી
  • કોર્પોરેટ સેકટરને સીધો ફાયદો થતો નથી કે ઈન્વેસ્ટરવર્ગને સીધો ફાયદો નથી
  • ટેક્સમાં ઘટાડો કરાયો નથી, આમાં ખેડૂત અને મધ્યમવર્ગ ભુલાયો છે.
  • આ આર્થિક પેકેજની શેરબજાર પર ઝાઝી અસર પડશે નહી

ABOUT THE AUTHOR

...view details