મુંબઈ: ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીને નિમિત્તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) અને ભારતનો નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) મંગળવારે બંધ રહ્યું હતું. મેટલ અને બુલિયન સહિત હોલસેલ કોમોડિટી બજારો પણ બંધ રહ્યા હતા.
વિદેશી વિનિમય અને કોમોડિટી વાયદા બજારોમાં પણ કોઈ ટ્રેડિંગ પ્રવૃત્તિ નહોતી. BSE, એસ એન્ડ પી સેન્સેક્સ 470 પોઈન્ટ (1.51 ટકા) તૂટીને 30,690 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 118 ઘટીને (1.3 ટકા) 8,994 પર બંધ રહ્યો હતો. આ દરમિયાન એશિયન શેરોમાં કોરોના વાઈરસને કારણે ઉછાળો આવ્યો હતો.