ગુજરાત

gujarat

ETV Bharat / business

શું આગામી ખાતાવહીમાં અર્થતંત્રને આર્થિક ઉત્તેજન અપાવું જોઈએ? - આગામી બજેટથી અપેક્ષાઓ

ન્યુઝ ડેસ્ક: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય ખાતાવહી રજૂ કરશે, જેને આડે પખવાડિયું જ રહી ગયું છે. આ અગત્યની ખાતાવહી બની રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેની તૈયારીઓમાં જોડાયા છે અને તેમણે અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગોના સુકાનીઓ સાથે દિલ્લીમાં બેઠકો યોજી છે.

budget
budget

By

Published : Jan 14, 2020, 11:31 AM IST

આ ખાતાવહી નોંધપાત્ર છે કારણકે તે ભારતમાં તીવ્ર આર્થિક સુસ્તીની પૃષ્ઠભૂમિની સામે આવી રહી છે. બહુ નજીવો જીડીપી વૃદ્ધિ દર જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસમાં ૬.૧ ટકાની નીચી સપાટીએ ઉતરી ગયો. આ જીડીપી શ્રેણીમાં સૌથી ધીમો વૃદ્ધિ દર છે જે વર્ષ ૨૦૧૧-૧૨માં શરૂ થયો. સરકારનો સત્તાવાર અંદાજ જે આ મહિનાની શરૂઆતમાં રજૂ થયો હતો, તે મુજબ મામલી વૃદ્ધિ આ વર્ષે એટલે કે ૨૦૧૯-૨૦માં માત્ર ૭.૫ ટકા રહેશે. દાયકાઓમાં આ સૌથી નીચો છે.

ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ સમિતિ સહિત સહુને અપેક્ષા એ છે કે વૃદ્ધિમાં સુસ્તીનો પ્રતિકાર કરવા, ખાતાવહી આર્થિક ઉત્તેજન જાહેર કરશે. જોકે સરકારે આ સુસ્તીમાંથી તેનો રસ્તો કાઢવા આ લાલચ અને લોકપ્રિય માગણીને રોકી રાખવી જોઈએ. આના માટે એક કરતાં વધુ કારણો છે.

પહેલું અને સૌથી અગત્યનું કારણ એ છે કે સરકાર પાસે મોટી રીતે તેનો ખર્ચ કરવા નાણાં નથી. જ્યારે જીડીપી વૃદ્ધિ ધીમી પડે છે ત્યારે કર આવક પણ ધીમી પડે છે. સરકારની ખર્ચ કરવાની ક્ષમતા કર આવક ઓછી થવાના કારણે મર્યાદિત છે.

સરકારની કર આવક આ વર્ષના લક્ષ્યાંકથી રૂ. ૨ લાખ કરોડ જેટલી તોતિંગ ઓછી રહેવાની ધારણા છે. કમ્પ્ટ્રૉલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (સીજીએ)ના આંકડાઓ બતાવે છે કે આ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ સાત મહિના દરમિયાન સકળ વેરાઓમાં વૃદ્ધિ વર્ષ ૨૦૦૯-૧૦થી સૌથી નીચી હતી. સરકારે કૉર્પોરેટ નફા પર વેરા દરમાં મૂકેલા કાપ જેવા કરેલા કૉર્પોરેટ વેરા સુધારા કરવા માટે આવકનો ભોગ આપ્યો છે.

નાણાનો અન્ય સ્રોત બિન કર આવક છે. સરકારને આરબીઆઈ તરફથી જે ભંડોળ મળ્યાં છે તેનો હિસાબ પહેલાં થઈ ગયો છે. ઉપરાંત, આ વર્ષે બીપીસીએલ કે ઍર ઇન્ડિયા એકેયમાં પોતાના હિસ્સાનું વેચાણ પૂરું થવાની સંભાવના નથી. આથી, એવું નથી લાગતું કે કર આવકમાં જે ઘટ આવી છે તેને ભરપાઈ કરવા બિન કર આવક સક્ષમ રહેશે. તાજા સરકારી આંકડાઓ મુજબ, આ વર્ષ ૨૦૧૯-૨૦ બિનમૂડીરોકાણ વેચાણ માટેનો જે રૂ. ૧,૦૫,૦૦૦ કરોડનો જે લક્ષ્યાંક હતો તેના માત્ર ૧૬.૫૩ ટકા જ ૧૧ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ઊભો કરી શકાયો છે.

બીજું, જાહેર આંતરમાળખા પર વધેલો ખર્ચ મદદ નહીં કરે. આંતરમાળખાકીય પરિયોજનાઓ લાંબો સમય ચાલવાની છે. પરંતુ વૃદ્ધિને તાત્કાલિક ઉત્તેજનની જરૂર છે. સમય અગત્યનો છે.

ત્રીજું, કરમાં કાપ દ્વારા પણ ઉત્તેજન આપી શકાય છે અને તે માત્ર વધેલા ખર્ચ દ્વારા જ કરાય તેવું જરૂરી નથી, પરંતુ સમસ્યા એ છે કે વ્યક્તિગત આવક વેરાના દરોમાં કાપથી વસતિના નાના પ્રમાણને જ લાભ થશે. આનું કારણ એ છે કે ભારતની માત્ર પાંચ ટકા વસતિ જ આવક વેરો ચુકવે છે.

આ માર્ગનો પ્રયાસ ફેબ્રુઆરી ૨૦૧૯ની વચગાળાની ખાતાવહીમાં કરાયો હતો. તે ખાતાવહી જે તત્કાલીન નાણા પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાઈ હતી, તેમાં વ્યક્તિઓને આવક વેરાની રાહત રૂ. ૫ લાખ સુધીની આવક માટે અપાઈ હતી. તેનાથી તેમના પાકિટમાં લગભગ રૂ. ૧૦૦૦ પ્રતિ માસ વધુ વધ્યા હતા.
વધુમાં, એક ઘર મિલકતને વેચવા પર મૂડી રાહત લંબાવીને બે પર કરાઈ. પગારદાર માટે પ્રમાણભૂત કપાત રૂ. ૪૦,૦૦૦થી વધારીને રૂ. ૫૦,૦૦૦ કરાઈ હતી અને બૅન્ક ખાતામાં બચત પર વ્યાજમાં કર કપાત રૂ. ૧૦,૦૦૦થી વધારી રૂ. ૫૦,૦૦૦ કરાઈ હતી. આ બધી કર રાહતો છતાં, વર્ષ ૨૦૧૯ સુધીમાં સુસ્તી વધુ ગાઢ બની હતી.

ચોથું, ઉત્તેજનને આર્થિક મદદ કરવા માટે સરકાર દ્વારા ધિરાણ વધુ લેવાનો વિકલ્પ પહેલાં જ ખેંચાઈ ગયો છે. જ્યારે સરકાર ધિરાણ લે છે ત્યારે તે દેશના બચતકારોમાંથી મોટા પાયે લેતી હોય છે: બચતકારો બૅન્કોમાં જે થાપણ મૂકે છે તેમાંથી બૅન્કો સરકારનું ધિરાણ ખરીદે છે. આથી સરકારનું કુલ ધિરાણ અર્થતંત્રની કુલ બચતથી વધવું ન જોઈએ.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રની કંપનીઓનું કુલ ધિરાણ જીડીપીના ૮થી ૯ ટકા જેટલું થવા જાય છે. પરિવારોની બચત હાલમાં જીડીપના ૬.૬ ટકા જેટલું થવા જાય છે. આ સરકારની દેવાને આર્થિક સહાય કરવા પૂરતું નથી, તેથી સરકારે વિદેશીઓ પાસેથી જીડીપીના ૨.૪ ટકા ધિરાણ લીધું છે. આવકમાં ધીમી વૃદ્ધિ અને નોકરીઓમાં સર્જન અપૂરતું હોવાથી ભારતીય બચત વધી રહી નથી. આમ, મોટા પાયે સરકારનું ધિરાણ વધારવાથી ભારતની વિદેશી ધિરાણકારો પ ર નિર્ભરતા વધશે. તેની અસર એવા સમયે રૂપિયાના વિનિમય દર પર પડશે જ્યારે અમેરિકા-ઈરાન તણાવમાં વૃદ્ધિના કારણે વૈશ્વિક તેલના ભાવો અતિ ચંચળ છે.
આથી, ખાતાવહી જે શ્રેષ્ઠ કરી શકે તે એ છે કે તેણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેણે તેનો ખર્ચ ઘટાડવો જોઈએ, ખાસ કરીને જ્યાં તેનો ખર્ચ અસંગઠિત ક્ષેત્રમાં જાય છે, જ્યાં માગમાં ઘટાડો ઉત્પન્ન થાય છે. પીએમ-કિસાન અને મનરેગા દ્વારા સરકાર, વસતિના તેવા ઘટક જેની પાસે ઉપભોગ કરવાની ઉચ્ચ પ્રવૃત્તિ હોય તેના હાથમાં નાણાં આપીને ગ્રામીણ આવક અને ઉપભોગને વધારી શકે છે.

લેખક : પૂજા મહેરા દિલ્હી સ્થિત પત્રકાર છે અને ‘લૉસ્ટ ડિકેડ (૨૦૦૮-૧૮): હાઉ ધ ઇન્ડિયા ગ્રૉથ સ્ટૉરી ડિવૉલ્વ્ડ ઇન્ટૂ ગ્રૉથ વિધાઉટ અ સ્ટૉરી’ પુસ્તકના લેખિકા છે.

ABOUT THE AUTHOR

...view details