ગુજરાત

gujarat

By

Published : Apr 1, 2020, 1:43 PM IST

ETV Bharat / business

કોવિડ-19: PM કેર્સ ફંડમાં દાન આપવા પર 100 ટકા ટેક્સમાંથી છૂટ

કરદાતાઓ અને ઉદ્યોગપતિઓને આવકવેરા, જીએસટી, કસ્ટમ્સ અને એક્સાઈઝ ટેક્સ રીટર્ન ભરવા આવકવેરામાંથી છૂટ મેળવવા માટે વિવિધ રોકાણો અને ચૂકવણીઓમાં રાહત આપાવવા જેવા તમામ ઉપાયો કાયદાકિય રીતે અમલીકરણ કરવા માટે સરકારે વટહુકમ કર્યો છે.

ETV BHARAT
કોવિડ-19: PM કેયર્સમાં દાન આપવા પર 100 ટકા ટેક્સમાંથી છૂટ

નવી દિલ્હીઃ સરકારે કોરોના વાઇરસના સંકટ સામે લડવા માટે PM-કેયર ફંડમાં દાનની રકમમાં 100 ટકા ઘટાડાની જાહેરાત માટે વટહુકમ બહાર પાડ્યો છે.

આ સંકટ દરમિયાન કરદાતાઓ અને ઉદ્યોગપતિઓને આવકવેરા, જીએસટી, કસ્ટમ્સ અને એક્સાઈઝ ટેક્સ રીટર્ન ભરવા આવકવેરામાંથી છૂટ મેળવવા માટે વિવિધ રોકાણો અને ચૂકવણીઓમાં રાહત આપાવવા જેવા તમામ ઉપાયો કાયદાકિય રીતે અમલીકરણ કરવા માટે સરકારે વટહુકમ કર્યો છે.

રાષ્ટ્રપતિએ કરવેરા અને અન્ય કાયદાકિય (વિવિધ જોગવાઈઓમાં રાહત) વટહુકમ 2020ને મંગળવારે મહોર મારી દીધી છે. આ વટહુકમના માધ્યમથી PM-કેયર ફંડમાં આપવામાં આવેલા દાનની એ જ પ્રકારે 100 ટકા છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જે છૂટ પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડાળમાં મળે છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ અર્થમાં, PM કેયર્સ ફંડમાં આપવામાં આવેલા દાન પર આવકવેરા કાયદાની કલમ 80જી હેઠળ 100 ટકા ટેક્સમાં છૂટ આપવામાં આવશે.

વટહુકમ જાહેર કર્યા બાદ નાણાકીય વર્ષ 2018-19ની ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદાને 31 માર્ચથી વધારીને 30 જૂન કરવા અને પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીન્ક કરવાની છેલ્લી તારીખ પણ 3 મહિના માટે 30 જૂન સુધી વધારી દેવામાં આવી છે.

આવકવેરા કાયદાના પ્રકરણ 6 A-B હેઠળ કલમ 80C, 80D, 80G જેના હેઠળ ક્રમશ વિમા પોલિસી, PPF, રાષ્ટ્રીય બચત પત્ર, તબીબી વિમા પ્રીમિયમ અને દાન વગેરે પર કરવામાં આવેલા રોકાણો, ચૂકવણીઓના ટેક્સ પર છૂટ આપવામાં આવે છે અને આવા રોકાણો માટે 30 જૂન, 2020 સુધીની સમય મર્યાદા પણ વધારી દેવામાં આવી છે.

એટલે કે, 2019-20 દરમિયાન ટેક્સમાં છૂટ મેળવવા હવે 30 જૂન સુધી રોકાણ કરી શકાશે. વટહુકમના લીધે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં આપવામાં આવેલી સેન્ટ્રલ એક્સાઈઝ રીટર્ન પણ 30 જૂન 2020 સુધી ભરી શકાશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details