ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાયરસનો પ્રકોપ: મૂડીઝે વર્ષ 2020 માટે ભારતનો ગ્રોથ રેટ ઘટાડ્યો - ભારતનો ગ્રોથ રેટ ઘટાડ્યો

મૂડીઝે ગ્લોબલ મેક્રો આઉટલુટમાં કહ્યું કે, કોરોના વાયરસના પ્રકોપના કારણે ચીન બહારની કેટલાક પ્રમુખ અર્થવ્યવસ્થાઓ પર અરસ પડી રહી છે. કોરોના વાયરસથી વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાની ટ્રેડીંગ અને સપ્લાય ચેન પ્રભાવિત થઇ છે. મૂડીઝે વર્ષ 2020 માટે ચીનની અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ 5.2 ટકાથી ઘટાડીને 4.8 કરી નાખ્યો છે.

કોરોના વાયરસનો પ્રકોપ : મૂડીઝે 2020 ભારતનો ગ્રોથ રેટ ઘટાડ્યો
કોરોના વાયરસનો પ્રકોપ : મૂડીઝે 2020 ભારતનો ગ્રોથ રેટ ઘટાડ્યો

By

Published : Mar 9, 2020, 7:08 PM IST

નવી દિલ્હી: વિશ્વની મોટી રેટિંગ એજન્સી મૂડીઝે એક મહિનામાં બીજી વખત ભારતનો અનુમાનિત ગ્રોથ રેટ ઘટાડી નાખ્યો છે. એજન્સીએ વર્ષ 2020માં ભારતનો વિકાસ દર 5.4 ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. આ પહેલા 17 ફેબ્રુઆરીએ એજન્સીએ ભારતનો ગ્રોથ રેટ ઘટાડીને 6.6 ટકાથી 5.4 ટકા કરી નાખ્યો હતો. મૂડીઝ પ્રમાણે COVID-19 કારણે એશિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ભારતનો ગ્રોથ રેટ ધીમો રહેવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. મૂડીઝે કહ્યું કે કોરોનાવાયરસના કારણે છેલ્લા અમુક અઠવાડિયામાં મોટાભાગની અર્થવ્યવસ્થા અને ટ્રેડીંગ સપ્લાય ચેન પ્રભાવિત થઇ છે.

મૂડીઝે 2020 માટે ચીનની અર્થવ્યવસ્થાનો રેટ 5.2 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી નાખ્યો છે. બીજી તરફ અમેરિકાની GDP 1.7 ટકાથી ઘટાડીને 1.5 કરી દીધી છે. મૂડીઝે G20 દેશોનો ગ્રોથ રેટ 2020માં 2.1 ટકાના દરે વધવાનું અનુમાન જાહેર કર્યું છે. જે પહેલાના અનુમાનિત વિકાસ દરથી 0.3 ટકા ઓછું છે.

ABOUT THE AUTHOR

...view details