ગુજરાત

gujarat

ETV Bharat / business

GST કાઉન્સિલની બેઠક આગામી મહિને, નાણા મંત્રાલય બિન-આવશ્યક ચીજો પર ટેક્સ વધારવાના પક્ષમાં નથી - ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ બેઠક

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો બિનજરૂરી ચીજો પર જીએસટી દર વધારવામાં આવે તો તે તેમની માંગ ઘટાડો થશે.

gst
gst

By

Published : May 29, 2020, 10:35 PM IST

નવી દિલ્હી: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠક આવતા મહિને મળવાની છે. કોવિડ-19 રોગચાળો વચ્ચે લોકડાઉનને કારણે કર વસૂલાત ઘટવા છતાં નાણાં મંત્રાલય બિન-આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી વેરા દરમાં વધારો કરવાના પક્ષમાં નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો બિનજરૂરી ચીજો પર જીએસટી દર વધારવામાં આવે તો તે તેમની માંગ ઘટશે. આખરે આ અર્થવ્યવસ્થાની ટ્રેક પર પાછા ફરવાની ઝડપ ઘટાડશે. તેમણે કહ્યું કે, લોકડાઉન પછી અર્થતંત્રમાં દરેક મોરચે સુધારવું પડશે. આ માટે જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત માંગ વધારવાની જરૂર છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, જીએસટી દર વધારવાનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાંપ્રધાનો સામેલ છે. દેશના નાણાંપ્રધાન તેના અધ્યક્ષ છે. જીએસટીને લગતા કોઈપણ નિર્ણય લેવા માટે તે સર્વોચ્ચ સંસ્થા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળો શું રુપ ધારણ કરશે? તેની અર્થવ્યવસ્થા પર શું અસર થશે? હવે કોઈને ખબર નથી. વૈશ્વિક સ્તરે પણ, કોઈ પણ દેશ ત્રણ મહિના પછી પરિસ્થિતિ શું હશે તે કહી શકશે નહીં.

ABOUT THE AUTHOR

...view details