નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે શનિવારે ફરી એકવાર અર્થવ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે એક સાથે અનેક ટ્વીટ કરી સરકારની સાથે સાથે ભારતીય રિઝર્વ બેન્ક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની પણ આલોચના કરી હતી.
ચિદમ્બરમે અર્થતંત્રના મુદ્દે સરકાર અને RBI પર સાધ્યું નિશાન - પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ
ચિદમ્બરમે ટિ્વટ કરીને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે માંગ બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે, નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વિકાસ દર નકારાત્મક હોઈ શકે છે. તો પછી તે અર્થવ્યવસ્થામાં વધુ મૂડી કેમ મૂકી રહ્યું છે? તેઓએ સરકારને કહી દેવું જોએએ કે તેમની ફરજ બજાવે, નાણાકીય પગલાં લે.

ચિદમ્બરમે પોતાની ટવીટમાં જણાવ્યું હતું કે, આરબીઆઈના નિવેદન પછી પણ વડાપ્રધાન કાર્યાલય અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન એક એવા પેકેજ માટે પોતાની પ્રશંસા કરી રહ્યા છે જે કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) કરતાં એક ટકા કરતા પણ ઓછા છે. આરએસએસને શરમ આવી જોઈએ કે સરકારે કેવી રીતે અર્થતંત્રને નકારાત્મક વિકાસ તરફ ધકેલી દીધું છે.