ગુજરાત

gujarat

ETV Bharat / business

દબાણ હેઠળ ધિરાણ આપવાથી વધુ નબળી પડેશે બેન્કો, 2 વર્ષમાં 6 ટકા વધશે NPA: ફિચ - બિઝનેસ ન્યૂઝ

ફિચ રેટીંગ્સે જણાવ્યું હતું કે, ફરજિયાત ધિરાણના દબાણને કારણે બેન્કોનું બાકી લોન રેશિયો બે ટકાથી છ ટકાની વચ્ચે હોઈ શકે છે. આ બેન્કોની સ્થિતિની ગંભીરતા અને બેન્કોના જોખમ લેવાની ક્ષમતા અને ઉચ્ચ નિયમનકારી જોગવાઈઓ પર આધારિત રહેશે.

Banks NPA
Banks NPA

By

Published : May 28, 2020, 11:02 PM IST

મુંબઈ: ફિચ રેટીંગ્સે ગુરુવારે એક અહેવાલમાં આ ચેતવણી આપી હતી કે, આશરે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ હેઠળ સરકાર દ્વારા અગાઉથી મંજૂર કરાયેલી ધિરાણમાંથી લોનના હપ્તાઓ વસૂલવામાં પડકારો આવી શકે છે. રિપોર્ટ કહે છે કે, આનાથી આગામી બે વર્ષ દરમિયાન બેન્કોનું બાકી લોન રેશિયોનાં પ્રમાણમાં છ ટકાનો વધારો થઈ શકે છે.

ફિચ રેટીંગ્સે જણાવ્યું હતું કે, ફરજિયાત ધિરાણના દબાણને કારણે બેન્કોનું બાકી લોન રેશિયો બે ટકાથી છ ટકાની વચ્ચે હોઈ શકે છે. આ બેન્કોની સ્થિતિની ગંભીરતા અને બેન્કોના જોખમ લેવાની ક્ષમતા અને ઉચ્ચ નિયમનકારી જોગવાઈઓ પર આધારિત રહેશે. જો કે, એજન્સીએ જાહેર ક્ષેત્રની બેન્કો અને ખાનગી ક્ષેત્રની બેન્કોના એનપીએ વિશે અલગ માહિતી આપી નથી.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસના સક્રમણના વધતા જતા કેસો કાબૂમાં ન આવે ત્યાં સુધી ગ્રાહકની માંગ અને ઉત્પાદન બંને નબળી સ્થિતિમાં છે. ફિચે કહ્યું કે, તમામ ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યું છે, પરંતુ એમએસએમઇ અને રિટેલ સૌથી સંવેદનશીલ બનશે.

ABOUT THE AUTHOR

...view details