નવી દિલ્હી: મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં 500 રૂપિયાની સરકારી સહાયનો બીજો હપ્તો સોમવારથી શરૂ થશે. કોવિડ-19 કટોકટી દરમિયાન ગરીબોને મદદ કરવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 26 માર્ચે જાહેરાત કરી હતી કે મહિને 500 રૂપિયા એપ્રિલથી ત્રણ મહિના સુધી મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં આપવામાં આવશે. નાણાકીય સેવાઓના સચિવ દેવાશિષ પાંડાએ શનિવારે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી.
મહિલા જનધન ખાતાધારકોને 500 રૂપિયાનો બીજો હપ્તો સોમવારે થશે ઉપ્લબ્ધ: નાણામંત્રાલય
નાણાકીય સેવાના સચિવ દેવાશિષ પાંડાએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓને આ નાણાં ઉપાડવા માટે એક ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. તદનુસાર, તેઓ બેન્ક શાખા અથવા ગ્રાહક સેવા કેન્દ્ર જઇને પૈસા ઉપાડી શકે છે. આ પૈસા એટીએમમાંથી પણ ઉપાડી શકાશે.
nirmla
તેમણે કહ્યું, "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ મે મહિનાના હપ્તા મહિલા ખાતાધારકોના બેન્ક ખાતામાં મોકલવામાં આવ્યા છે."
તેમણે કહ્યું કે, લાભાર્થીઓને આ નાણા ઉપાડવા માટે સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. તદ્દનુસાર, તેઓ બેન્ક શાખા અથવા ગ્રાહક સેવા કેન્દ્રમાં જઇને પૈસા ઉપાડી શકે છે. આ પૈસા એટીએમમાંથી પણ ઉપાડી શકાય છે.