નવી દિલ્હી: બેન્ક ઑફ બરોડાએ રિટેલ, ખાનગી અને MSME ઉદ્યોગ પર લોન માટેના વ્યાજના દરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ આ લોનના વ્યાજ દર 7.25 ટકા પર આવી ગયા છે, આ નવા વ્યાજદર જે 28 માર્ચથી જ અમલી થઇ ગયા છે.
બેન્ક ઑફ બરોડાએ લોનના વ્યાજ દરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો - બેન્ક ઑફ બરોડામાં વ્યાજમાં ઘટાડો ન્યુઝ
બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તેના રેપો રેટ સાથે જોડાયેલા લોન ઇન્ટરેસ્ટ રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે અને નવા વ્યજદર 28 માર્ચ, 2020 થી લાગુ થશે અને તમામ પ્રકારની રિટેલ અને ખાનગી લોન પર 7.25 ટકાના વ્યાજ દર લેવામાં આવશે.
bank of baroda
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જ રેપો રેટને 5.15 ટકાથી ઘટાડીને 4.40 ટકા કર્યા બાદ બેન્ક ઑફ બરોડાએ (BOB) તેના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
પહેલાથી ચાલી રહેલી લોન પરના વ્યાજના દર પર માસિક અંતરાલ એટલે કે મન્થલી ઇન્ટરવલ પછી વ્યાજ દરમાં ફેરફાર સમયે ઇન્ટરેસ્ટ રેટcાં ઘટાડો કરવામાં આવશે. અગાઉ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અને બેન્ ઑફ ઇન્ડિયાએ પણ તેમના લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.