ગુજરાત

gujarat

ETV Bharat / business

અયોધ્યા જમીન વિવાદના ચુકાદાથી બજારને શું ફાયદો થશે? - બજારને શુ ફાયદો થશે

હૈદરાબાદ: અનિશ્ચિતતા શેરબજાર માટે ખતરો છે. આ ભૌગોલિક, રાજકીય અને વ્યાવસાયિક રૂપે થઈ શકે છે. જો વિશ્વમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થાય છે, ત્યારે બધા દેશોના તમામ બજારો ધ્રૂજતા હોય છે. યુદ્ધ દરમિયાન બજારની સ્થિતિ વધુ વણસી જાય છે. જો અનિશ્ચિતતા દૂર થાય તો શેરબજાર તેનું સ્વાગત પણ કરે છે અને સકારાત્મક પ્રતિક્રિયા આપે છે. શું લાંબા સમયથી ચાલતા અયોધ્યા વિવાદ કેસના ચુકાદા બાદ શેરબજારના ઈન્ડેક્ષમાં સુધારો થશે?

ayodhya verdict likely to boost market sentiment

By

Published : Nov 11, 2019, 2:45 PM IST

સરકાર વર્ષોથી દરેક સમસ્યાનું સમાધાન કરે છે. પહેલા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ કરવામાં આવી અને હવે અયોધ્યાનો ચુકાદો પણ આવી ગયો છે. વિશ્લેષકોનું માનવું છે કે, રાજનૈતિક અનિશ્ચિતતાઓને ખતમ કરી દેવામાં આવે તો, આર્થિક નિર્ણયો વધુ આક્રમકતાથી લઈ શકાય છે.

જુના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહેલા શેર બજારની મુડી ધટી રહી છે. ધટતા જતા ઈન્ડેક્ષને કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાયેલી છે. વિશ્લેકોનું માનવું છે કે, આયોધ્યા જમીન વિવાદ કેસનો ચુકાદાથી બજારને એક સુરક્ષા કવચ મળ્યું છે.

અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે, આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ ભારતીય અર્થવ્યવસ્થા તરફ વધી રહ્યો છે.

ઉત્તર પ્રદેશ માટે નિર્ણયનું મહત્વઃ

અયોધ્યા દેશના સૌથી મોટા રાજ્ય, ઉત્તર પ્રદેશમાં સ્થિત છે. યુપીએ દેશને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવવી પડશે. વિશ્લેષકો માને છે કે, દેશ તેના GDP લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. જો આ સૌથી મોટા રાજ્યનો હિસ્સો કરોડો ડૉલરનો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ જો અયોધ્યામાં 2.7 એકર જમીનમાં મંદિર બનાવવામાં આવે છે અને ફાળવેલી જમીનમાં વૈકલ્પિક મસ્જિદ બનાવવામાં આવે છે, જેથી ઉત્તરપ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.

શાંતિ અને સુમેળનું વાતાવરણ પણ આમાં ફાળો આપે છે. દેશમાં અને વિદેશથી અયોધ્યા જતા લોકોની સંખ્યા એક દિવસમાં 50,000 થી 1,00,000 સુધી પહોંચી શકે છે. જો પર્યટન વધશે, તો તે રાજ્યના GDP માટે સકારાત્મક પરિણામ હશે. જેથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થશે.

નવા લક્ષ્યો મેળવવા સરળ બનશેઃ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બીજીવાર સરકાર બની છે. સરકાર ઘણા વર્ષોથી વણઉકેલી સમસ્યાના ઉકેલ લાવી રહી છે. પહેલા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ કરવામાં આવી અને હવે અયોધ્યાનો ચુકાદો પણ આવી ગયો છે.

વિશ્લેકોનું માનવું છે કે, રાજનૈતિક અનિશ્ચિતતાઓને ખતમ થશે તો, આર્થિક નિર્ણયો પણ વધુ આક્રમકતાથી લઈ શકાશે.

સરકારની સુધારા કરવાની ગતિ વધવાની આશા છે. આ ધીમી અર્થવ્યવસ્થા માટે સકારાત્મક પરિણામો મળવાની આશા છે. IIFL સિક્યોરિટીઝના સંજીવ ભસીને કહ્યું કે, સરકારે પહેલાથી જ ધણા ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપી રહી છે અને આવનારા સમયમાં આ પ્રોત્સાહનમાં વધારો કરશે. જે બજારમાં સારા પરિણામો લાવી શકે છે. આવનારા સમયમાં BSE ઈન્ડેક્ષ નવી ઉંચાઈના શિખરો સર કરશે તેવી આશા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details