ગુજરાત

gujarat

ETV Bharat / business

બજેટ 2020: ઑટોમોબાઈલ ઉદ્યોગની માંગ- સરકાર ઑટોમોબાઈલના વિકાસ માટે નક્કર પગલાં લે - ઑટોમોબાઈલ ઉદ્યોગની બજેટમાં માંગ

નવી દિલ્હી: ઑટોમોબાઈલ ઉદ્યોગ ઇચ્છે છે કે, સરકાર આવનારા સામાન્ય બજેટમાં ઑટોમોબાઈલ ક્ષેત્રના વિકાસને આગળ વધારવા માટે કેટલાક નક્કર નાણાંકીય પગલાં લે. હાલ ઑટોમોબાઈલ ઉદ્યોગમાં સુસ્તી છે. વર્ષ 2019માં, વાહન ઉદ્યોગના વેચાણમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ ઘટાડો થયો છે.

auto
auto

By

Published : Jan 13, 2020, 11:58 AM IST

ઉદ્યોગ ક્ષેત્ર ઇચ્છે કે સરકાર બજેટમાં આ ક્ષેત્રની પરિસ્થિતિને સુધારવા માટે કેટલાક નક્કર પગલાં લે. ઑટોમોબાઈલ ઉદ્યોગે બજેટમાં માંગ કરી છે કે વાહનો પર ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ના દરમાં ઘટાડો કરવામાં આવે, તેમજ લિથિયમ આયન બેટરી સેલ્સ પરની ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્સર્જન ઘટાડવાના સંદર્ભમાં BS 6 ધોરણ એક સકારાત્મક પગલું છે, પરંતુ તેનાથી વાહનોની કિંમતમાં આઠથી દસ ટકાનો વધારો થશે. તેનાથી સરકારના જીએસટી કલેક્શનમાં પણ વધારો થશે.

ઉદ્યોગના એક સૂત્રોએ જણાવ્યું હતું કે, "આ વધારાના ખર્ચથી માંગમાં ઘટાડો થશે. તમામને ફાયદો થાય તે માટે અમે સરકાર પાસે માંગ કરી છે કે બીએસ -6 વાહનો પરનો જીએસટી દર એપ્રિલથી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે. "

જીએસટી કાઉન્સિલને જીએસટી દર ઘટાડવાનો અધિકાર છે અને આ મામલો સીધો બજેટ સાથે સંબંધિત નથી, પરંતુ વાહન ક્ષેત્રમાં માંગ વધારવા માટે જીએસટીમાં ઘટાડો એક મહત્વપૂર્ણ પગલું હશે.

ABOUT THE AUTHOR

...view details