એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)ના આંકડા મુજબ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસ 9.26 ટકા ઘટીને 1.56 અબજ ડૉલર થયો છે. નોન-બાસમતી ચોખાની નિકાસ 38.3 ટકા ઘટીને 69.5 કરોડ ડૉલર થયો છે.
કૃષિ નિકાસમાં એપ્રિલ-જુલાઈમાં 14.39 ટકાનો ઘટાડો - કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડૉલર
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઈ ક્વાર્ટરમાં દેશનો કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડૉલર (લગભગ 38,700 કરોડ રૂપિયા) થયો છે.
export
જ્યારે અન્ય ઉત્પાદનોના નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગુવાર ગમ, મગફળી, ભેંસનું માંસ, બકરીનું માંસ, મરઘાં અને ડેરી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફળો અને શાકભાજી, ફૂલો અને બીજનો સમાવેશ થાય છે.