ગુજરાત

gujarat

ETV Bharat / business

લો બેઝ ઇફેક્ટના આધારે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 22.4 ટકાનો વધારો

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા બુધવારે જારી કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) ના આંકડા અનુસાર માર્ચ 2021માં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં 25.8 ટકાનો વધારો થયો છે.

ઔદ્યોગિક
લો બેઝ ઇફેક્ટના આધારે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 22.4% વધારો

By

Published : May 13, 2021, 6:44 AM IST

  • ઔદ્યોગિક ઉત્પાદનમાં થયો વધારો
  • IIPમાં થયો ઘટાડો
  • કોરોનાને કારણે ઉદ્યોગોને પડી માઠી અસર

દિલ્હી: દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં એક વર્ષ અગાઉની તુલનામાં માર્ચ મહિનામાં 22.4 ટકાનો વૃદ્ધિ નોંધાઈ છે.

ઔદ્યોગીક ક્ષેત્રે નોંધાઈ વુદ્ધી

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા બુધવારે જારી કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)ના આંકડા અનુસાર માર્ચ 2021 માં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં 25.8 ટકાનો વધારો થયો છે. ખાણકામના ઉત્પાદનમાં સમીક્ષા હેઠળના મહિનામાં 6.1 ટકાનો વધારો થયો છે, જ્યારે વીજળી ઉત્પાદનમાં 22.5 ટકાનો વધારો થયો છે.

IIPમાં ઘટાડો

ગયા વર્ષે માર્ચમાં IIPમાં 18.7 ટકાનો ઘટાડો થયો છે. , છેલ્લા સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન, IIP 8.6 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે 2019-20માં 0.8 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો :નવી ઔદ્યોગિક નીતિના ઘડતર માટે વિવિધ ૧૦ ટાસ્ક ફોર્સની રચના કરાઈ

કોરોનાને કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં થઈ અસર

કોવિડ -19 રોગચાળાને કારણે ગયા વર્ષે માર્ચથી ઔદ્યોગિક ઉત્પાદનને અસર થઈ છે. તે સમયે તેમાં 18.7 ટકાનો ઘટાડો થયો હતો. તે જ સમયે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, તેમાં 5.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details