હૈદરાબાદઃ કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉન દરમિયાન ભારતમાં દારૂની માગમાં ઘણો વધારો થયો છે. રોયટર્સના અહેવાલ મુજબ ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો હવે ઘર સુધી દારૂ પહોંચાડવા જઇ રહી છે.
આ અગાઉ ઝોમેટોએ લોકડાઉન દરમિયાન જરૂરી સામાન પહોંચાડવા માટે દેશના વિવિધ ભાગમાં કરિયાણાની ડિલીવરી શરૂ કરી હતી.