ગુજરાત

gujarat

By

Published : Jun 25, 2020, 10:39 PM IST

ETV Bharat / business

" મેડ ઇન ઇન્ડિયા "ના લોગો લગાવી રહી છે Xiaomi

ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ ચીનની સ્માર્ટફોન કંપનીઓને પત્ર લખીને કહ્યું છે કે, તેઓના દુકાન અને ઉત્પાદનોને ધમકીઓ મળી રહી છે તેથી તેમને તેમના બ્રાંડિંગને છુપાવવા અથવા હટાવવા પડશે.જે બાદ કંપનીઓએ આ દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

"   મેડ ઇન ઇન્ડિયા "ના લોગો લગાવી રહી છે Xiaomi
" મેડ ઇન ઇન્ડિયા "ના લોગો લગાવી રહી છે Xiaomi

નવી દિલ્હી : ચીનની મોબાઇલ મેકર કંપની શ્યાઓમી હવે બજારમાં મેડ ઇન ઇન્ડિયા ફોન ઉતારવાની તૈયારી કરી રહી છે. જેના માટે કંપની ચેન્નઇમાં નોકિયાના બંધ પ્લાન્ટનો ઉપયોગ કરી શકે છે. કંપની નોકિયાની સાથે આ અંગે વાતચીત કરી રહી છે. ચીનમાં સેમસંગ ઇલેકટ્રોનિક્સ કંપની અને એપલ કરતા પણ વધારે સ્માર્ટફોન્સ વેચનારી શ્યાઓમીએ આ વર્ષના જુલાઇ મહિનાથી ભારતમાં પોતાના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું છે. છેલ્લા 4 મહિનામાં શ્યાઓમીએ પોતાના કુલ 8 લાખ ફોન ભારતમાં વેચ્યા છે.

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ અને લોકોમાં ચીન વિરોધી ભાવના આવ્યા બાદ કંપનીએ તેના મોબાઇલ સ્ટોર્સની બહાર સફેદ રંગના મેડ ઇન ઇન્ડિયા લોગોથી સત્તાવાર લોગો હટાવવાનું શરૂ કર્યું છે. ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ ગુરુવારે આ માહિતી આપી હતી.

લદ્દાખની ગલવાન ખીણમાં, 15 જૂનની રાત્રે ચીની પીપુલ્સ લિબરેશન આર્મી સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, ત્યારબાદ ભારતીય લોકોમાં ચીન વિરોધી ભાવના પેદા થઈ છે.

AIMRAના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદર ખુરાનાએ ગુરુવારે કહ્યું, "Mi (Xiaomi) એ તેના બોર્ડ પર સફેદ 'મેડ ઇન ઇન્ડિયા' બેનર લગાવવાનું શરૂ કર્યું છે."મોબાઇલ રિટેલરોના એસોસિએશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અસામાજિક તત્વોએ મુંબઇ, આગ્રા, જબલપુર અને પટનાના અનેક બજારોમાં સ્થિત ચાઇનીઝ બ્રાન્ડના સૂચકાંકોને નુકસાન પહોંચાડ્યું છે.

ખુરાનાએ કહ્યું કે, અમે અમારા સભ્યો અને તેમના સ્ટોર્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે પત્ર મોકલ્યો છે. અમે બજારોમાં થોડી આક્રમકતા જોઇ છે. ખુરાનાએ જણાવ્યું હતું કે, કેટલીક સંસ્થાઓએ તેમના સ્ટોર્સમાંથી ચાઇનીઝ બ્રાંડિંગને હટાવવા માટે એક સપ્તાહમાં રિટેલર્સનો સમય આપ્યો છે.

તેમણે કહ્યું, અમને લાગે છે કે જો આક્રમકતા વધે તો આગામી સમયમાં તે જોખમી હોઈ શકે છે. અમે રિટેલર્સની સલામતી વિશે ચિંતિત છીએ. જો દુકાનમાં આગ લાગી હોય અથવા જો દુકાનનો માલ ચોરાઈ જાય અથવા રિટેલરોને ઈજા થાય તો શું થાય?

AIMRA કહ્યું કે તેણે ઓપો, વિવો, વનપ્લસ, મોટોરોલા, રીયલમી, લિનોવો અને હ્યુઆવે સહિતની તમામ ચાઇનીઝ બ્રાન્ડ્સને સ્ટોરફ્રન્ટમાંથી હટાવવા વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details