નવી દિલ્હીઃ દૂરસંચારની સેવા આપતી વોડાફોન આઈડિયા લિમિટેડે પોતાની તમામ પોસ્ટપેડ(બીલવાળી) સેવાઓ અને પ્રીમિયમ અને મહત્વકાંક્ષી બ્રાન્ડ ફક્ત વોડાફોન રેડ હેઠળ રજૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં આઈડિયા પોસ્ટપેડ પણ સામેલ છે.
કંપનીએ આ વાતની જાણકારી, ગુરૂવારે આપેલા એક નિવેદનમાં આપી હતી. આ બ્રાન્ડની શરૂઆત મુંબઈથી કરવામાં આવશે. ત્યારબાદ તેને ચોક્કસ પદ્ધતિસર રજૂ કરવામાં આવશે.
વોડાફોન રેડ પોસ્ટપેડ યોજના વોડાફોન અને આઈડિયા બંને બ્રાન્ડ્સ ડિજિટલ ચેનલો અને તમામ સ્ટોર્સ પરના ગ્રાહકોને ઉપલબ્ધ હશે. જેમાં આઈડિયાના બધા ગ્રાહકો અને આઈડિયા બ્રાન્ડની પોસ્ટપેડ સેવા, વોડાફોન રેડ પ્લાન હેઠળ આવી જશે. જે અંતર્ગત આ ફેરફાર આઈડિયાના એન્ટરપ્રાઇઝ પોસ્ટપેડ વપરાશકર્તાઓ પર પણ લાગુ પડશે.
વોડાફોન આઈડિયાના માર્કેટિંગ ડિરેક્ટર અવનીશ ખોસલાએ કહ્યું હતું કે, "અમે અમારી કંપનીને થીમ આધારે પોસ્ટપેડની રજૂઆતને વોડાફોન રેડ બ્રાન્ડ હેઠળ સામેલ કરીશું. જેથી ગ્રાહકો વિભિન્ન કિંમતો પર ઉપલબ્ધ યોજનાની સાથે ઉત્તમ સેવાઓનો લાભ મેળવી શકશે."