ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતમાં 19,900 રૂપિયાની કિંમતનો વીવો એસ1 પ્રો લૉન્ચ

નવી દિલ્હી: વીવોએ આ વર્ષે પોતાનો પ્રથમ મોબાઈલ 'વીવો એસ1 પ્રો' ભારતમાં લૉન્ચ કર્યો છે. જેની ખરીદી 4 જાન્યુઆરીથી કરી શકાશે.

ETV BHARAT
ભારતમાં 19,900 રૂપિયાની કિંમતનો વીવો એસ1 પ્રો લૉન્ચ થયો

By

Published : Jan 4, 2020, 3:06 PM IST

ચાઈનાની સ્માર્ટફોન બવાવનારી કંપની વીવોએ શુક્રવારે 19,900 રૂપિયાની કિંમત વાળો સ્માર્ટફોન 'વીવો એસ1 પ્રો'ને ભારતમાં લૉન્ચ કર્યો છે. જેને ગ્રાહકો 4 જાન્યુઆરીથી ઑફલાઈન અને ઑનલાઈન બન્ને પ્રકારે ખરીદી શકશે. આ મોબાઈલનો ઑર્ડર વીવો ઈન્ડિયા ઈ-સ્ટોર સહિત મુખ્ય ઈ-કોમર્સ એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય માધ્યમથી આપી શકાશે.

ડિવાઈસ ત્રણ કલર મિસ્ટિક બ્લેક, જૈજી બ્લુ અને ડ્રિમી વાઇટમાં પ્રાપ્ત થઇ શકશે.

વિવો ઇન્ડિયાના ડિરેક્ટર-બ્રાંડ વ્યૂહરચના નિપુણ મારિયાએ એક નિવેદનમાં કહ્યું કે, એસ1 પ્રો નવીનતાનું બીજું એક ઉદાહરણ છે, જે ડાયમંડ આકારના રીઅર કેમેરા પેનલ્સને સપોર્ટ કરે છે અને આ ઉદ્યોગમાં આ પ્રકારનું પ્રથમ ઉપકરણ છે. વીવો એસ1 પ્રો અમારી સ્ટાઇલ કેન્દ્રીય એસ-સીરીઝની બીજી આવૃત્તિ છે. આ સીરીઝનું અનાવરણ ગત વર્ષે ઑફલાઇન ગ્રાહકો સાથે કરવામાં આવ્યું હતું. આ ઉપકરણ આજના યુવાનોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો સ્માર્ટફોનમાં 6.38 ઈંચની સુપર ઓમોલેડ ફુલ એચડી પ્લસ ડિસ્પલે છે. ઉપકરણમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 665નું પ્રોસેસર છે. એટલું જ નહીં આમાં 8જીબી રેમ અને 128જીબીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

કેમેરા વિશે વાત કરવામાં આવે તો, ડિવાઇસ 48 એમપી પ્રાઇમરી કેમેરા સાથે આવે છે, જેમાં પાછળના ભાગે 8 એમપી સેકન્ડરી સ્નેપર સાથે કપલ 2 એમપી લેન્સ પણ આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે 32 અમપી કેમેરા પણ ઉપકરણમાં આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details