નવી દિલ્હીઃ એપ આધારિત ટેક્સી સેવા પ્રદાન કરનારી કંપની ઉબેર ગ્રાહકોના ધર સુધી જરૂરી વસ્તુઓ પહોંચાડશે. દેશમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે લોકોને તેમની જરૂરિયાતનો સામાન ઘર સુધી પહોંચાડવા માટે ઉબેરે બિગ બાસ્કેટ સાથે હાથ મિલાવ્યો છે.
ઉબેર આ પ્રકારની અન્ય સેવાઓ આપવા માટે વિવિધ સુપરમાર્કેટ અને ફાર્મસી સાથે વાતચીત કરી રહીં છે.
કંપનીએ કહ્યું છે કે ટુ-વ્હીલર (ઉબેરમોટો) કાર અને ડ્રાઇવર-ભાગીદારોનું નેટવર્ક ગ્રાહકોના ઘરોમાં સુરક્ષિત સામાનની સલામતી પૂરી પાડવા માટે સહયોગ કરશે.
ઉબેર ભારત અને દક્ષિણ એશિયાના ડિરેક્ટર ઓપરેટિંગ અને શહેર પ્રમુખ પ્રભજિતસિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે, અમારી આ સેવાથી લોકોને ફાયદો થશે.