ગુજરાત

gujarat

ETV Bharat / business

માર્ચ 2021માં TVS મોટરના ટુ-વ્હીલરનું વેચાણ 1 લાખ યુનિટે પહોંચ્યું - TVS મોટર કંપની લિમિટેડ

માર્ચ 2021માં TVS મોટરના ટુ-વ્હીલરની એક લાખ યુનિટ્સ સુધી નિકાસ પહોંચી ગઈ છે. તે જ સમયે, TVS મોટરએ કહ્યું છે કે, યુકે સ્થિત નૉર્ટન ટુ-વ્હીલરની નવી ફેક્ટરી 2021ના ​​બીજા ક્વાર્ટરના મધ્યમાં ખુલવામાં આવશે. tvs motor company two wheeler export clocks one lakh unit milestone

માર્ચ 2021માં TVS મોટરના ટુ-વ્હીલરનું વેચાણ 1 લાખ યુનિટે પહોંચ્યું
માર્ચ 2021માં TVS મોટરના ટુ-વ્હીલરનું વેચાણ 1 લાખ યુનિટે પહોંચ્યું

By

Published : Apr 1, 2021, 10:19 AM IST

  • યુકે સ્થિત નૉર્ટન ટુ-વ્હીલર નવી ફેક્ટરીનું કરી રહ્યું છે નિર્માણ
  • 2021ના ​​બીજા ક્વાર્ટરના મધ્યમાં ચાલુ થવાની ધારણા
  • ભવિષ્યમાં કંપની ખૂબ અદ્યતન ઉત્પાદન સુવિધા તરફ

ચેન્નાઈ: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક TVS મોટર કંપની લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે, માર્ચ 2021માં ટુ-વ્હીલરની નિકાસ એક લાખ યુનિટે પહોંચી ગઈ છે. કંપનીએ તેને નોંધપાત્ર સિદ્ધિ ગણાવી છે. TVS મોટર કંપનીના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુદર્શન વેણુંએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, TVS મોટર માટે આ એક મહત્વપૂર્ણ અવસર છે. કારણ કે, માર્ચમાં આપણા આંતરરાષ્ટ્રીય ટુ-વ્હીલર બિઝનેસે એક લાખ યુનિટનું વેચાણ કર્યું છે.

આ પણ વાંચો:ઓલા ઈલેક્ટ્રિકે એટરગોનું કર્યું અધિગ્રહણ, આવતા વર્ષે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઓફર કરશે

નવી ફેક્ટરી 2021માં ચાલુ કરવાની ધારણા

TVS મોટરએ એમ પણ કહ્યું હતું કે, યુકે સ્થિત નૉર્ટન ટુ-વ્હીલર હાલમાં નવી ફેક્ટરીના નિર્માણને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને 2021ના ​​બીજા ક્વાર્ટરના મધ્યમાં ચાલુ કરવાની ધારણા પણ છે. કંપની એક અદ્યતન ફેક્ટરી ખોલવા જઈ રહી છે એટલા માટે તાજેતરમાં કંપનીએ નૉર્ટન ટુ-વ્હીલરને હસ્તગત કર્યું હતું. હાલમાં, તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તે બીજા ક્વાર્ટરની મધ્યમાં ચાલું થઈ શકે છે. ભારતીય કંપનીએ તેની વિદેશી પેટાકંપની દ્વારા એપ્રિલ 2020માં 16 કરોડ પાઉન્ડ (લગભગ 20 કરોડ ડોલર)ની સાથે નૉર્ટન ટુ-વ્હીલર લીધું હતું.

આ પણ વાંચો:ટીવીએસ મોટર કંપનીનીએ ઈ-સ્કુટર બાઈક કર્યુ લોન્ચ, કિંમત જાણીને દંગ રહી જશો

નોર્ટન ટુ-વ્હીલરે જાહેરાત કરી

TVS મોટરએ કહ્યું હતું કે, 'નૉર્ટન હાલમાં સોલીહુલમાં તેની નવી ફેક્ટરીના નિર્માણને અંતિમ રૂપ આપી રહ્યું છે અને 2021ના ​​બીજા ક્વાર્ટરના મધ્યમાં ચાલું કરવાની ધારણા પણ છે. જાન્યુઆરી 2021માં, નોર્ટન ટુ-વ્હીલરે જાહેરાત કરી હતી કે, ભવિષ્યમાં કંપની ખૂબ અદ્યતન ઉત્પાદન સુવિધા તરફ આગળ વધશે.

ABOUT THE AUTHOR

...view details