વ્હોટ્સએપે કહ્યું કે ઈજરાયલની સ્પાઈવેયર પેગાસસ થકી કેટલાક એકમો વૈશ્વિક કક્ષાએ જાસૂસી કરી રહ્યાં છે. ભારતીય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા પણ આ જાસૂસીનો ભોગ બન્યા છે.
સ્પાઈવેયર મુદ્દે IT ખાતાએ વ્હોટ્સએપ પાસે જવાબ માંગ્યો - SOCIAL MEDIA NEWS
નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ વિભાગે ઈઝરાયલની સ્પાઈવેયર (જાસૂસી સૉફ્ટવેર)ના મુદ્દે વ્હોટ્સએપ પાસે જવાબ માંગ્યો છે. વ્હોટ્સએપને 4 નવેમ્બર સુધી જવાબ આપવા માટે જણાવ્યું છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, આઈ.ટી. મંત્રાલયે આ અંગે વ્હોટ્સએપને પત્ર લખી પોતાનો જવાબ રજૂ કરવા કહ્યું છે. વ્હોટ્સએપે કહ્યું કે એન.એસ.ઓ. સંસ્થા સામે કૉર્ટમાં કેસ કરવામાં આવશે. તે ઈઝરાયલનું ધ્યાન રાખનારી કંપની છે. જેના દ્વારા અજાણ્યા એકમોએ જાસૂસી માટે આશરે 1400 લોકોના ફોન હેક કર્યા હતાં. ચાર મહાદ્વીપોના વપરાશકર્તાઓ તેની જાસૂસીનો ભોગ બન્યા છે. તેમા રાજકારણીઓ, રાજકીય વિરોધીઓ, પત્રકાર અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સામેલ છે. આ કંપની પાસે સૂચના-પ્રસારણ મંત્રાલયે 3 નવેમ્બર સુધી જવાબ માંગ્યો છે.