નવી દિલ્હી: ટાટા મોટર્સે ટિયાગો, નેક્સન અને અલ્ટ્રોઝ મોડેલોની કાર ખરીદી પર છ મહિના માટે માસિક હપ્તા (EMI)ની છૂટ માટે ઓફર કરી છે.
કંપનીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ગ્રાહકો કોઈ ડાઉન પેમેન્ટ વગર કાર ખરીદી શકશે. આ સાથે, તેઓને પાંચ વર્ષના સમયગાળા માટે વાહનની સંપૂર્ણ કિંમત માટે (ઓન-રોડ) લોનની સુવિધા મળશે.
કંપનીના જણાવ્યા અનુસાર ગ્રાહકો છ મહિનાની ઇએમઆઈ અવકાશ પણ પસંદ કરી શકે છે જેમાં તેમને મહિનાના વ્યાજની માત્ર ચૂકવણી કરવી પડશે.
ટાટા મોટર્સે જણાવ્યું હતું કે, કરૂર બેન્ક સાથે ભાગીદારીમાં ગ્રાહકોને આ ઓફર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ જોબર્સ અથવા સ્વ રોજગારી કરતા લોકો મેળવી શકે છે.
કંપનીએ જણાવ્યું હતું કે આ યોજના સિવાય કંપની તેના વિવિધ ઑટો લોન ભાગીદારો સાથે આઠ વર્ષ સુધીની અવધિની લોન પણ પ્રદાન કરી રહી છે.