ગુજરાત

gujarat

ETV Bharat / business

સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને BBB+ રેટિંગ આપ્યુ - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ન્યૂઝ

રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) પર તેના સ્ટેબલ આઉટલૂક સાથે 'BBB+' રેટિંગની પુષ્ટિ કરી છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, કંપની શિસ્તબદ્ધ ખર્ચ, એસેટ મોનેટાઇઝેશન અને મજબૂત આવકને કારણે આગામી 12થી 14 મહિનામાં કામગીરી વધુ સુધારવા અને સ્થિરતા આપવા સજ્જ છે.

Etv Bharat
Mukesh Ambani

By

Published : Apr 29, 2020, 8:53 PM IST


નવી દિલ્હીઃ ગત સપ્તાહે ફેસબૂક આરઆઇએલની સંપૂર્ણ માલિકીની પેટા કંપની જિયો પ્લેટ ફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા સંમત થઈ હતી. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે (એસએન્ડપી)એ જણાવ્યું હતું કે, આરઆઇએલ તેનું ચોખ્ખું ઋણ ઘટાડવા રૂપિયા 43,574 કરોડ (5.7 અબજ ડોલર)ની આવકનો ઉપયોગ કરશે તેવી અપેક્ષા છે. જેના પગલે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝને બીબીબી પ્લસ રેટિંગ આપ્યુ છે.


રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, ફેસબૂક સાથેનો નાણાકીય વ્યવહાર ડિજિટલ વ્યવસાયમાં આરઆઇએલની વૃદ્ધિની સંભવિતતામાં વધારો કરશે. આરઆઇએલની ટીમ ફેસબૂક સાથે ફેસબૂકની વ્હોટ્સએપ એપ્લિકેશન પર તેના જિયોમાર્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોંચ કરવાની પ્રક્રિયાને વેગ આપશે. એસએન્ડપી ગ્લોબલે જણાવ્યું હતું કે, “અમને આગામી બે વર્ષમાં આરઆઇએલની કાર્યકારી કામગીરી મજબૂત રહેશે તેવી અપેક્ષા છે, જે માટે કંપનીની ડિજિટલ અને રિટેલ સેગમેન્ટમાં સ્થાનિક બજારમાં મજબૂત પોઝિશન જવાબદાર છે.”


ફેસબૂક જેવા મુખ્ય પાર્ટનર્સ સાથે રોકાણ સહિત આરઆઈએલની ડિજિટલ અને રિટેલ સેગમેન્ટમાંથી આવક આગામી ત્રણ વર્ષમાં 15 ટકાનાં વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધશે તેવી શક્યતા છે. જ્યારે ઓગસ્ટ, 2019માં સાઉદી અરામ્કોએ આરઆઇએલનાં ઓઇલથી કેમિકલ્સ વ્યવસાયમાં 20 ટકા હિસ્સો ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, અરામ્કો ડીલને અંતિમ ઓપ મળવાથી આરઆઇએલ તેના ઋણમાં વધારે ઘટાડો કરી શકશે. એજન્સીને અપેક્ષા છે કે, હાલ અસ્થિર બજારમાં આરઆઇએલ ઉચિત નાણાકીય નીતિ અપનાવવાનું જાળવી રાખશે.

એજન્સીને કંપની આગામી વર્ષોમાં ડિજિટલ સેગમેન્ટમાં રોકાણને પ્રાથમિકતા આપશે, ત્યારે ઊર્જા સેગમેન્ટમાં રોકાણને ઘટાડશે તેવી અપેક્ષા છે. આરઆઇએલની ડિજિટલ અને રિટેલ સેગમેન્ટમાં ઊંચી આવક ઊર્જા ડિવિઝનમાંથી ઘટતી આવકને સરભર કરશે. આરઆઇએલની ડિજિટલ અને રિટેલ સેગમેન્ટમાં વધતી કામગીરી તેની ઇબીઆઇટીડીએને ટેકો આપશે.


રેટિંગ એજન્સીએ નોંધ્યું હતું કે, સ્ટેબલ આઉટલૂક અમારી એ અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે. શિસ્તબદ્ધ ખર્ચ વચ્ચે આરઆઇએલનો મજબૂત રોકડ પ્રવાહ આગામી 12થી 24 મહિનાઓમાં તેના ડેટ-ટૂ-ઇબીઆઇટીડીએ રેશિયોમાં 2.0 ગણો વધારો કરશે.

ABOUT THE AUTHOR

...view details