મુંબઈ: બજેટ એરલાઇન્સ સ્પાઈસ જેટ આગામી સમયમાં અમેરિકાની ઉડાન માટે ફ્લાઇટ શરૂ કરશે. સ્પાઇસ જેટ હવે ભારતની સુનિશ્ચિત એરલાઇન્સમાં સામેલ થઈ ગઇ છે. સ્પાઈસ જેટ દેશની પ્રથમ બજેટ એરલાઇન છે જે યુ.એસ. માટે ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરવા જઇ રહી છે. હાલમાં, માત્ર રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડિયા ભારત-યુએસ રૂટ પર ફ્લાઈટ સંચાલીત કરી રહી છે.
સ્પાઈસ જેટ અમેરિકાની ઉડાન માટે ફ્લાઈટ શરૂ કરશે - ભારત અમેરિકા યાત્રા
સ્પાઈસ જેટ દેશની પ્રથમ બજેટ એરલાઇન છે, જે હવે અમેરિકા માટે ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરવા જઇ રહી છે. અત્યાર સુધી માત્ર રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડિયા ભારત-યુએસ રૂટ પર ફ્લાઈટ સંચાલન કરી રહી હતી.
![સ્પાઈસ જેટ અમેરિકાની ઉડાન માટે ફ્લાઈટ શરૂ કરશે સ્પાઇસ જેટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8140757-625-8140757-1595497245734.jpg)
ગુરુવારે સ્ટોક એક્સચેંજને મોકલવામાં આવેલા એક સંદેશવ્યવહારમાં સ્પાઇસ જેટએ કહ્યું કે, તેને ભારતની અનુસૂચિત એરલાઇન તરીકે માન્યતા આપવામાં આવી છે અને તે બંને દેશો વચ્ચે સંમતિપૂર્ણ સેવાઓ આપવા માટે સક્ષમ છે.
કંપનીએ કહ્યું છે કે તે ભારત અને અમેરિકા વચ્ચે એર સર્વિસ કરાર મુજબ કાર્ય કરશે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે 22 માર્ચથી દેશમાં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. સ્પાઇસ જેટના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહે જણાવ્યું કે, ભારતની અનુસૂચિત એરલાઇન તરીકે દરજો મળ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચે કાર્યરત સેવામાં કંપની તેના આંતરરાષ્ટ્રીય વિસ્તરણની યોજના વધુ સારી રીતે ગોઠવી શકશે.