મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો ડિજિટલ પ્લેટફોર્મ્સમાં તેના રોકાણમાં 2.08 ટકાનો વધારો કરવા માટે ખાનગી રોકાણ કંપની સિલ્વર લેકે રૂપિયા4546.80 કરોડનું વધારાનું રોકાણ કર્યું છે.
જિયો પ્લેટફોર્મમાં સિલ્વર લેક 4546 કરોડ રૂપિયાનું રોકાણ કરશે - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો ડિજિટલ પ્લેટફોર્મ્સમાં તેના રોકાણમાં 2.08 ટકાનો વધારો કરવા માટે ખાનગી રોકાણ કંપની સિલ્વર લેકે રૂપિયા4546.80 કરોડનું વધારાનું રોકાણ કર્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ લિમિટેડે જાહેરાત કરી હતી કે, સિલ્વર લેક અને તેના સહ-રોકાણકારો જિયો પ્લેટફોર્મમાં રૂપિયા 4546.80 કરોડનું વધારાનું રોકાણ કરશે. આ પહેલાં સિલ્વર લેકે 4 મે 2020 ના રોજ 5655.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
સિલ્વર લેકનું રોકાણ 4.91 લાખ કરોડ રૂપિયાના ઇક્વિટી વેલ્યુ અને 5.16 લાખ કરોડ રૂપિયાના મૂલ્ય પર Jio પ્લેટફોર્મને મહત્વ આપે છે. આ રોકાણ સાથે, જિયો પ્લેટફોર્મે છ સપ્તાહથી ઓછા સમયમાં અગ્રણી ટેક્નોલોજી રોકાણકારો પાસેથી 92,202.15 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.