નવી દિલ્હી: IT કંપની HCL ટેક્નોલોજી એ શુક્રવારે જણાવ્યું કે જૂન 2020માં તેનો ચોખ્ખો નફો 31.7 ટકા વધીને 2925 કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો. આ સાથે કંપનીએ જણાવ્યું કે શિવ નાડરને અધ્યક્ષ પદ પરથી દુર થઇ ગયા છે.
શિવ નાડરે HCL ચેરમેનનું પદ છોડ્યું, પુત્રી રોશની સંભાળશે કમાન - HCL ચેયરમેન
HCLએ જણાવ્યું કે ડિરેક્ટર મંડળે શિવ નાડરના સ્થાને તેની પુત્રી અને કંપનીની બિન કાર્યકારી નિયામક રોશની નાડર મલ્હોત્રાને બોર્ડ અને કંપનીના અધ્યક્ષની નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે. તેની નિંમણુક શુક્રવારથી છે.

શિવ નાડરે HCL ચેયરમેનનું પદ છોડ્યુ, પુત્રી રોશની બાગડોળ સંભાળશે
નાડરની પુત્રી રોશની નાડર મલ્હોત્રા તેનું સ્થાન લેશે. HCL ટેક્નોલોજીએ શેર બજારને જણાવ્યું કે કંપનીએ એપ્રિલ-જૂન 2019માં 2220 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.
કંપનીની આવક 8.6 ટકા વધીને 17,841 કરોડ રૂપિયા પર પહોંચી છે. જે ગત વર્ષે 16,425 કરોડ રૂપિયા રહી હતી.