ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે ગવર્નરે લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા અપીલ કરી - આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ

કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે સરકારે સમગ્ર દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કર્યું છે. કારણ કે આ મહામારીને રોકવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ જ એક માત્ર ઉપાય છે. જેથી સરકાર સતત લોકોને લૉકડાઉનનુ પાલન કરવાની અપીલ કરી રહી છે, ત્યારે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાની અપીલ કરી છે.

etv bharat
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ

By

Published : Mar 29, 2020, 5:56 PM IST

મુંબઇ : કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે સરકારે સમગ્ર દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કર્યું છે. આ મહામારી વચ્ચે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક સંદેશ દ્નારા લોકોને આ રોગચાળાને રોકવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અપીલ કરી હતી.

આ તકે ગવર્નરે કહ્યું કે અત્યારે દેશ કોરોના વાઇરસના કારણે સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોએ ઘરે રહીને ડિજિટલ ટ્રાઝેક્શન કરવું જોઇએ. તે માટે લોકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ટ્રાઝેક્શન કરે. વધુમાં શક્તિકાંત દાસે કહ્યું કે ડિજિટસ ટ્રાન્ઝેક્શન કરો અને સલામત રહો.

એક રીતે જો જોવા જઇએ તો તેેઓએ દેશની જનતાને ચલણ વ્યવહાર ઘટાડવાની અપીલ કરી હતી. આ માટે ગવર્નરે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ટ્રાઝેક્શન કરવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઇરસને રોકવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. જો લોકો લોકડાઉન દરમિયાન ચલણ વ્યવહાર વધુ કરશે તો પછી એકબીજાના સંપર્કમાં આવ્યા વિના રહેશે નહી અને તેનાથી કોરોના વાઇરસ ફેલાવાનો ડર રહેશે. જેથી હાલમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ પણે સલામત છે.

ABOUT THE AUTHOR

...view details