નવી દિલ્હી: ટકાઉ ઉપભોક્તા ચીજોનું ઉત્પાદન કરતી Samsung અને LG જેવી મોટી કંપનીઓએ લોકડાઉનની અવધિ વધતા ગ્રાહકો માટે પ્રી બુકિંગ શરૂ કરી દીધી છે. આ સાથે, કંપનીઓએ ગ્રાહકોને ઘણી ઑફર્સ પણ આપી છે. samsung અને LG બંનેએ તેમની સંબંધિત વેબસાઇટ્સ પર વિવિધ ઉત્પાદનોની પ્રી-બુકિંગ શરૂ કરી દીધી છે. આ પછીથી સ્થાનિક રિટેલ દુકાનદારો દ્વારા ઘરો સુધી પહોંચાડવામાં આવશે.
Samsung અને LGએ શરૂં કર્યું પ્રી બુકિંગ, આપી રહ્યા છે અનેક ઑફર્સ - સેમસંગ પ્રી બુકિંગ
ગ્રાહકોને લલચાવવા માટે, કંપનીઓ 10,000 રૂપિયા સુધીની ગિફ્ટ આપી રહી છે. જેમાં કેશબેક અને અન્ય ઉત્પાદનો પમ શામેલ છે. LGએ 15 મે અને Samsung 8 મે સુધી આ પ્રી બુકિંગ સેવા શરૂ રાખશે.
smsung
ગ્રાહકોને લલચાવવા માટે, કંપનીઓ 10,000 રૂપિયા સુધીની ગિફ્ટ આપી રહી છે. જેમાં કેશબેક અને અન્ય ઉત્પાદનો પમ સામેલ છે. LGએ 15 મે અને Samsung 8 મે સુધી આ પ્રી બુકિંગ સેવા શરૂ રાખશે.
25 માર્ચથી દેશમાં લાગુ લોકડાઉનને કારણે ઘરેલું ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની રીટેલ દુકાનો બંધ છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે 4 મેથી લોકડાઉનની શરતોમાં થોડી રાહત આપી છે, જેના કારણે કંપનીઓને માંગમાં સુધારો થવાની આશા રાખે છે.