ગુજરાત

gujarat

ETV Bharat / business

samsung એ Galaxy A50s અને A30s મોબાઇલ કર્યા લોન્ચ - Galaxy A30s

નવી દિલ્હી: દક્ષિણ કોરિયન ટેકનોલોજીની વિશાળ કંપની Samsung એ બુધવારે ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન - Galaxy A50s અને A30s ટ્રિપલ કેમેરા સિસ્ટમ સાથે લૉન્ચ કર્યા છે. આ નવા સ્માર્ટફોન Galaxy A50 અને Galaxy A30નું અપગ્રેડ વર્ઝન છે, જે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયા હતાં.

samsung

By

Published : Sep 12, 2019, 2:40 PM IST

Updated : Sep 13, 2019, 7:57 AM IST

સેમસંગ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મોબાઈલ બિઝનેસના હેડ રંજીવજીતસિંહે જણાવ્યું હતું કે, "અમારા શ્રેષ્ઠ Galaxy A50s અને A30s મોબાઇલ યુવાનો અને નવી પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ ફૉન પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ છે, જેમાં નાઇટ મોડ, સુપર સ્ટેડી વીડિઓ અને samsung payનો સમાવેશ થાય છે."

Galaxy A50s

  • આ ફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે
  • કિંમત - 6GB રેમ અને 128 GB સ્ટોરેજની 24,999 રુપિયા
  • કિંમત - 4GB રેમ અને 128 GB સ્ટોરેજની 22,999 રુપિયા
  • ડિસ્પ્લે - 6.40 ઇંચ (1080x2340 પિક્સેલ, HD+ ઇન્ફિનિટી -યૂ સુપર એમોલેડ )
  • પ્રોસેસર- સેમસંગ એક્સિનોલ 9611
  • કેમેરા- ટ્રિપલ રિયર કેમેરા, 48 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર, 5 મેગાપિક્સેલનો ડેપ્થ વાઇડ સેન્સર જ્યારે 32 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા
  • બેટરી- 4000 mah, 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

Galaxy A30s

  • આ ફોન એક જ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે
  • કિંમત - 4GB રેમ અને 64 GB સ્ટોરેજની 6,999 રુપિયા
  • ડિસ્પ્લે - 6.40 ઇંચ (720x1560 પિક્સેલ, HD+ ઇન્ફિનિટી -યૂ સુપર એમોલેડ )
  • પ્રોસેસર - સેમસંગ એક્સિનોલ 7904
  • કેમેરા - ટ્રિપલ રિયર કેમેરા, 25 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર, 5 મેગાપિક્સેલનો ડેપ્થ વાઇડ સેન્સર જ્યારે 16 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા
  • બેટરી - 4000 mah, 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
Last Updated : Sep 13, 2019, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details