આ અગાઉ 18 ઓક્ટોબરે રિલાયન્સનું માર્કેટ કેપ પ્રથમ વખત નવ લાખ કરોડના આંકડાએ પહોંચ્યુ હતું. તેમજ રિલાયન્સ ગયા વર્ષે ઓગસ્ટમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી ગઈ હતી. આ મામલે પણ તે દેશની પ્રથમ કંપની બની હતી. માર્કેટ કેપમાં આઈટી કંપની TCS બીજા નંબરે છે. તેનું વેલ્યુએશન 7.91 લાખ કરોડ રૂપિયા છે.
રિલાયન્સ 9.5 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની પ્રથમ કંપની - દેશની પ્રથમ કંપની
મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 9.5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાથે દેશની પ્રથમ કંપની બની છે. NSE પર ઇન્ટ્રા ડે પર કંપનીનો શેર 3.47 ટકા વધી 1511.01ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ ઝડપથી રિલાયન્સનું વેલ્યુએશન વધીને 9.51 લાખ કરોડથી ઉપર પહોંચ્યુ હતું.
9.5 લાખ કરોડની માર્કેટ કેપ સાથે રચ્યો ઈતિહાસ
દેશની પાંચ સૌથી મોટી માર્કેટ કેપ વાળી કંપનીઓ
- રિલાયન્સ 9.51 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ
- ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ 7.91 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ
- HDFC બેંક 6.95 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ
- હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ 4.41 કરોડ રૂપિયા માર્કેટ કેપ
- HDFC લિમિટેડ 3.83 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ