ગુજરાત

gujarat

ETV Bharat / business

JIO પ્રીપેઇડ ગ્રાહકોને મફત એક વર્ષ ડિઝની પ્લસ અને હોટસ્ટાર VIPની સેવા આપશે - JIO પ્રીપેઇડ ગ્રાહક

Jio.com પર ઉપલબ્ધ માહિતી અનુસાર, Jio ના પ્રીપેડ ગ્રાહકો 401 રૂપિયાથી શરૂ થનારી આ યોજનાને પસંદ કરી શકે છે, તેમને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીની 399 રૂપિયાની સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે.

JIO પ્રીપેઇડ ગ્રાહકોને મફત એક વર્ષ ડિઝની પ્લસ અને હોટસ્ટાર VIPની સેવા આપશે
JIO પ્રીપેઇડ ગ્રાહકોને મફત એક વર્ષ ડિઝની પ્લસ અને હોટસ્ટાર VIPની સેવા આપશે

By

Published : Jun 7, 2020, 7:50 PM IST

નવી દિલ્હી: ટેલિકોમ્યુનિકેશન કંપની રિલાયન્સ જીઓએ સ્ટ્રીમિંગ સર્વિસ કંપની ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે જોડાણ કર્યું છે. આ અંતર્ગત, જીઓ તેના પ્રીપેઇડ ગ્રાહકોને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન વિના મૂલ્યે આપશે. ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીમાં હોટસ્ટાર સ્પેશિયલ, લાઇવ સ્પોર્ટિંગ એક્શન, નવીનતમ બોલીવુડ અને સુપરહીરો મૂવીઝ આપવામાં આવશે.

Jio.com પર ઉપલબ્ધ માહિતી અનુસાર, Jio ના પ્રીપેડ ગ્રાહકો 401 રૂપિયાથી શરૂ થનારી આ યોજનાને પસંદ કરી શકશે. તેમને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીની 399 રૂપિયાની સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે. આ માટે તેમની પાસેથી કોઈ વધારાનો ખર્ચ લેવામાં આવશે નહીં. આ યોજના પર, તેઓ તેની સાથે અન્ય લાભ પણ મેળવી શકશે.

જીઓના પ્રીપેડ ગ્રાહકોને ઓફરનો લાભ માસિક પેક, વાર્ષિક પેક સાથે મળશે અને ડેટા પેક પર ઉમેરવામાં આવશે. 401 રૂપિયાના જીઓના માસિક પ્લાનમાં 28 દિવસ માટે 90 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિઓ એપ્લિકેશનોની સુવિધા આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details