મુંબઈ: રિલાયન્સ જિઓએ કોરોના મહામારીમાં જે લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે, તેમના માટે ન્યૂ વર્ક ફ્રોમ હોમ પ્લાન જાહેર કર્યો છે. આ વર્ક-ફ્રોમ-હોમ પ્લાન વાજબી 2 GB/દરરોજ પ્લાન છે, જે દર મહિને રૂપિયા. 200 જેટલો વાજબી ખર્ચ ધરાવે છે અને દરરોજ ફક્ત રૂપિયા. 6.57નો ખર્ચ ધરાવે છે.
રિલાયન્સ જિઓએ ‘ન્યૂ વર્ક-ફ્રોમ-હોમ’ વાર્ષિક પ્લાન જાહેર કર્યો, મોટો ફાયદો - ન્યૂ વર્ક ફ્રોમ હોમ
રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડે પ્રીપેઇડ યુઝર્સ માટે ‘ન્યૂ વર્ક-ફ્રોમ-હોમ’ વાર્ષિક પ્લાન પ્રસ્તુત કર્યો છે, જે રૂપિયા 2,399 પર 33 ટકા વધારે વેલ્યુ આપે છે. જિઓના સબસ્ક્રાઇબર નવા પ્લાન અંતર્ગત 365 દિવસ માટે દરરોજ 2 GB મેળવી શકશે.
આ પ્લાન સ્પર્ધક કંપનીઓના રૂપિયા. 2,399ના વાર્ષિક પ્લાન કરતા 33 ટકા વધારે વેલ્યુ ધરાવે છે. જિઓએ 336 દિવસની વેલિડિટી સાથે રૂપિયા 2,121નો પ્લાન જાળવી રાખ્યો છે, જેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે.
આ ઉપરાંત જિઓએ ત્રણ ન્યૂ ‘વર્ક-ફ્રોમ-હોમ’ ડેટા એડ-ઓન પેક્સ પણ પ્રસ્તુત કર્યા છે. એમાં રૂપિયા 151, રૂપિયા 201 અને રૂપિયા 251ના પેકમાં અનુક્રમે 30 GB, 40 GB અને 50 GB ડેટા મળશે. હાલના બે જ પ્લાનની વેલિડિટી સાથે બંધ થતા આ પેક્સ ડેટાનો વધારે વપરાશ ધરાવતા તમામ યૂઝર્સ માટે આવશ્યક છે, કારણ કે એનો ઉપયોગ મહિનામાં ગમે એ સમયે થઈ શકશે, ખાસ કરીને ડેઇલી ડેટાનો વપરાશ સંપૂર્ણપણે થઈ જાય ત્યારે ઉપયોગી થશે.