નવી દિલ્હીઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી પણ કોરોના વાઈરસના સંકટથી બચી શક્યા નથી. અંબાણીએ એક વર્ષનો પગાર છોડી દેવાનો નિર્ણય લીધો છે.
મુકેશ અંબાણી વર્ષનો પગાર છોડશે, કર્મચારીઓના પગારમાં 10-50 ટકા ઘટાડો - business news
15 લાખ રૂપિયાથી ઓછા પેકેજવાળા કર્મચારીઓ માટે પગારમાં ઘટાડો કરાયો નથી.
મુકેશ અંબાણી વર્ષનો પગાર છોડશે, કર્મચારીઓના પગારમાં 10-50% ઘટાડો
તે જ સમયે, કંપનીના મોટાભાગના કર્મચારીઓના પગારમાં 10થી 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેલિકોમ ક્ષેત્રે અને રિફાઇનરીમાં કામ કરતા તેમણે કર્મચારીઓને આ માહિતી આપી હતી. કંપનીએ કર્મચારીઓનું વાર્ષિક બોનસ મુલતવી રાખ્યું છે, જે સામાન્ય રીતે નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આપવામાં આવે છે.