- Reliance AGMની શરૂઆત થતા જ કંપનીના શેરમાં 2 ટકાનો કડાકો
- AGMમાં કંપનીના તમામ 12 ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા
- કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ
ન્યૂઝ ડેસ્ક : આજે ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021) ચાલી રહી છે. આ મીટિંગની શરૂઆતમાં કંપનીએ કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના તમામ કર્મચારીઓ માટે એક મિનીટનું મૌન પાળ્યું હતું. જ્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્પીચ આપીને મીટિંગને આગળ વધારી હતી.
આ મહત્વની જાહેરાતો પર રહેશે નજર
- જિઓ-ગૂગલ સ્માર્ટફોન
- 5G નેટવર્ક અને 5G સ્માર્ટફોન
- જિઓબૂક લેપટોપ
જો અમારા દાદા અત્યારે હોત, તો તે ખુબ ખુશ થયા હોત - મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ પોતાની સ્પીચની શરૂઆત કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. જ્યારબાદ તેમણે કહ્યું હતું કે, "કોરોના મહામારી વચ્ચે પણ આપણો કારબોર અગાઉના વર્ષો કરતા વધ્યો છે. જોકે આ કરતા વધારે ખુશી રિલાયન્સની માનવ સેવાથી મળી છે. કોરોનાના કપરા સમયમાં રિલાયન્સ પરિવારે એકજૂટ થઈને કામ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં આપણા પ્રયાસોએ રિલાયન્સના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો આજે અમારા દાદા સાથે હોત, તો તેઓ ગર્વ મહેસૂસ કરતા. કારણ કે, આ એ જ રિલાયન્સ છે, જે તેઓ જોવા માંગતા હતા." મુકેશ અંબાણીએ આ સાથે રિલાયન્સ દ્વારા નવી મુંબઈમાં સ્થાપિત જિયો ઈન્સ્ટીટ્યૂટમાં આ વર્ષથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.