ગુજરાત

gujarat

ETV Bharat / business

Redmi 7A આવતાં મહીને ભારતમાં થશે લૉન્ચ - Smart Phones

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન નિર્માતા Xiaomi પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Redmi 7Aને આવતા મહીને ભારતમાં લૉન્ચ કરશે. ભારતમાં Xiaomiના પ્રબંધ નિર્દેશક મનુ જૈને શુક્રવારે ટ્વીટર પર આ વાતની ઘોષણા કરી હતી અને જણાવ્યું હતું કે, Redmi 7A ભારતમાં Redmi 6Aનું સ્થાન લેશે.

ફાઇલ ફોટો

By

Published : Jun 29, 2019, 12:29 PM IST


જૈને જણાવ્યું હતું કે, Redmi 7Aની સાથે-સાથે કંપની ભારતમાં K-20 અને K-20 પ્રો ડિવાઇસ પણ લૉન્ચ કરશે.

Redmi 7A આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલા જ આવી ચૂક્યો છે અને તેમાં સ્નૈપડ્રેગન 439 ચિપસેટ લગાવવામાં આવ્યું છે. જેમાં Redmi 6Aની જેમ મીડિયાટેક ચિપસેટ લાગેલી નથી.

આ ફોન મીયૂઆઇ 10 પર આધારિત છે અને એન્ડ્રોઇડ 9 પાઇથી સંચાલિત છે. જેમાં 4000એમએએચની બેટરી છે.

ABOUT THE AUTHOR

...view details